સાફલ્યગાથા મહેસાણા તા.૦૫/૦૬/૨૦૧૭
પોલીસ અધિક્ષકશ્રી મહેસાણાનાઓની સુચના અનુસાર જીલ્લામાં પ્રોહિ/જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને પો.ઇન્સ.શ્રી આર.એસ.પટેલ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે કડી બંદોબસ્તમાં જવા સારૂ નીકળેલા દરમ્યાન મહેસાણા રાધનપુર ચારરસ્તા ચોકી ઉપર આવતા ખાનગીરાહે બાતમી મળેલ કે મહેસાણા મગપુરામાં રહેતા ઠાકોર દશરથજી ઉર્ફે પીન્ટુ કનુજી તથા ઠાકોર બલરામ ઉર્ફે બલીયો ચેહરાજીનાઓ ભેગા મળી પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ લાવી વેપાર કરે છે અને ઇંગ્લીશ દારૂનો જથ્થો ઠાકોર દશરથજી ઉર્ફે પીન્ટુ કનુજીના ઘરમાં તથા તેના ઘરની બાજુમાં આવેલ ઠાકોર સાવનજી લક્ષ્મણજી રહે મહેસાણા, મગપુરા વાળાના ઘરમાં ઉતારેલ છે. જે હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ પ્રોહી અંગેની તપાસ કરતા ઘરના પ્રથમ રૂમમાં બીયર ટીનની પેટીઓ તથા અલગ અલગ માર્કાની ઇંગ્લીશ દારૂની પેટીઓ મળી આવેલ. જેમાં કુલ ઇંગ્લીશ દારુની જુદા જુદા માર્કાની બોટલો નંગ- ૧૦૩૩ કિ.રૂ. ૧,૦૩,૩૦૦/- તથા બીયર ટીન નંગ-૫૦૪ કિં.રૂ.૫૦,૪૦૦/- નો મળી કુલ કિં.રૂ.૧,૫૩,૭૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ અને ત્રણેય ઇસમો હાજર મળી આવેલ ન હોય તેઓ ત્રણેયના વિરૂધ્ધમાં મહેસાણા ‘બી‘ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૬/૧૭ પ્રોહી એક્ટ ક. ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ ગુનો દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરેલ છે.