પોલીસ અધિક્ષક, મહેસાણા |
http://www.spmehsana.gujarat.gov.in |
એવોર્ડસ |
7/5/2025 2:47:05 AM |
|
પોલીસ માનપદક / POLICE HONOURS |
(૧)
|
રાષ્ટ્રપતિ પોલીસ પદક (PRESIDENT POLICE MEDAL) :-
રાષ્ટ્રના માન્ય પોલીસ દળના સદસ્યો પૈકી પોતાની ફરજ દરમિયાન અસાધારણ શૌર્યતા અને વ્યાવસાયિક નિપુણતાનું સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જિંદગી અને મિલકત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુનો અટકાવવાની અથવા ગુનેગાર પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ પરિસ્થિતિમાં શૌર્યતાપૂર્વક પોલીસ સેવાનું આજ્ઞાપૂર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસ પદક રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થાય છે. સામાન્ય રીતે એક વર્ષમાં દેશભરમાં કુલ ૪પથી વધુ પદક એનાયત કરવામાં આવતાં નથી. આ પદક સ્વતંત્રદિન અને પ્રજાસત્તાકદિનની પૂર્વ સંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.
|
(ર)
|
પોલીસ મેડલ (POLICE MEDAL) :-
રાષ્ટ્રના માન્ય પોલીસ દળના સદસ્યો પૈકી પોતાની દીર્ઘ સેવાકીય કારકિર્દી દરમિયાન ફરજ પ્રત્યે સાતત્યપૂર્ણ સમર્પણભાવ સાથે પ્રશંસનીય અને વિશિષ્ટ પ્રદાન કરનારને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન દેશભરમાં કુલ ૧૭પથી વધુ પોલીસ મેડલ એનાયત કરવામાં આવતાં નથી. આ પદક પણ સ્વતંત્રદિન અને પ્રજાસત્તાકદિનની પૂર્વસંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) એનાયત કરવામાં આવે છે.
|
(૩)
|
વડા પ્રધાનનો જીવનરક્ષા પદક (PRIME MINISTER MEDAL FOR LIFE SAVING) :-
તમામ રેન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં જીવનને જોખમરૂપ મુશ્કેલ પરિસ્થિતિમાં સપડાયેલ નિ:સહાય અસરગ્રસ્ત માનવના જીવનને બચાવવા માટે પોતાની તમામ શક્તિ અને નિષ્ઠા કામે લગાડવાની ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુથી અન્યના જીવનના બચાવ માટે પોતાના જીવનને પણ જોખમમાં મૂકી દૃષ્ટાંતરૂપ ફરજનિષ્ઠા સાથે બચાવકાર્ય કરનાર પોલીસ કર્મચારીને વડા પ્રધાન દ્વારા આ પદક એનાયત કરવામાં આવે છે.
|
(૪)
|
પોલીસ સ્પેશિયલ ડ્યુટી મેડલ (POLICE (SPECIAL DUTY ) MEDAL) :-
રાજ્ય પોલીસ દળ, સેન્ટ્રલ અનામત પોલીસદળ અને કેન્દ્રીય ગુપ્તચર સેવામાં ફરજ બજાવતા અધિકારી અને જવાનો પૈકી અસાધારણ વિષમ સંજોગો અને ભૌગોલિક તેમ જ હવામાનની અસહ્ય વિષમતા વચ્ચે પણ ડગ્યા વિના દૃષ્ટાંતરૂપ સેવા બજાવી ફરજનો નિર્વાહ કરનારને ભારત સરકાર દ્વારા આ પોલીસ
|
|