પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

ક્રાઇમ રીપોટીંગ

7/5/2025 3:01:55 AM

જિલ્‍લાનાં પોલીસ સ્ટેશનોમાં રોજેરોજ નોંધાતા ગુનાની વિગત વાય૨લેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઈ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કન્ટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાંથી મોનિટરિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રીનાઓ સમક્ષ રજૂ ક૨વામાં આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ ક૨વાની થતી હોઈ તે કચેરીઓને ફેક્સ/ઈ-મેઇલ દ્વારા જાણ ક૨વામાં આવે છે.

અત્રેની રીડ૨ શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમ જ વાર્ષિ‍ક પત્રકો તૈયા૨ ક૨વા માટે દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મગાવવામાં આવે છે તથા આ પત્રકો તૈયા૨ કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.

માસિક પત્રકોઃ

૧ ક્રાઈમ રિપોર્ટિંગ.

૨ માસિક ક્રાઇમ રિવ્યુ.

૩ માસિક ક્રાઇમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.

૪ માસિક કાયદો વ્યવસ્થાના પત્રક.

૫ માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિક્સ-૧ મુજબ નમૂના નં. ૩૯થી ૪૨નાં પત્રકો.

૬ માસિક ક્રાઇમ ઇન ગુજરાત પાર્ટ એકથી પાંચ મુજબનાં પત્રકો.

૭ માસિક રોડ અકસ્માતની માહિતી.

૮ વિધાનસભા/ સંસદગૃહ સત્ર દ૨મિયાન પુછાયેલ આ૨.એસ.ક્યુ/ એલ.એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.

૯ માસિક ક્રાઇમ કોન્ફ૨ન્સનાં પત્રકો.

વાર્ષિ‍ક પત્રકોઃ

૧ ક્રાઇમ ઇન ઇન્ડિયાનાં વાર્ષિ‍ક પત્રકો.

૨ વાર્ષિ‍ક વહીવટી અહેવાલ.

૩ રોડ અકસ્માતનાં વાર્ષિ‍ક પત્રકો.

૪ સુસાઇડ એન્ડ ડેથનાં વાર્ષિ‍ક પત્રકો.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વીકલી ડાયરી ઉપ૨ ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપ૨ ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ત૨ફથી માગવામાં આવતી આંકડાકીય માહિતી તેમ જ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડ૨ શાખા દ્વારા ક૨વામાં આવે છે.