પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

તાલીમ

7/5/2025 3:19:31 AM

તાલીમ  

                                                                             

·                     અત્રેના જીલ્‍લા ખાતે ટુંક સમયમાં લોકરક્ષકની        બેઝીક પાયાની તાલીમ શરૂ થનાર છે

·                     અનુસૂચિત જન-જાતિના ઉમેદવારોને ભરતી અંગેની સરકારશ્રીના આદેશ મુજબની ટ્રેનિંગ આપેલ છે. જે અંગેના સર્ટિફીકેટ આપેલ છે.

·                        પોલીસ કર્મચારીઓને અગાઉ તાલીમ મેળવેલ પરેડના વિષયો ઉપર વધુ પ્રભુત્વ મેળવે તેમાં કાર્યદક્ષતા મેળવે તેમ જ તેઓના શિસ્ત તથા ટર્ન આઉટમાં સુધારો આવે તે હેતુથી અત્રેના મહેસાણા જિલ્લાના પોલીસ કર્મચારીઓની જિલ્‍લા હેડ ક્વાર્ટર ખાતે રિફ્રેશર તાલીમ શરૂ કરવામાં આવેલ છે.

·                     અત્રેના જીલ્‍લામાં HDIITS પ્રોજેક્ટ અંતર્ગત પાયાની તાલીમ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ચાલુ કરવામાં આવેલ છે.

·                     કુદરતી આપત્તિઓના સમયે અસરકારક કામગીરી કરી શકે તેવા ૧૫ પોલીસ કર્મચારીઓએ ચાલુ વર્ષે રેસ્ક્યુ તાલીમ લીધેલ છે. તેમ જ અત્યાર સુધી જિલ્‍લામાંથી ૬૪ પોલીસ કર્મચારીઓએ કમાન્ડો તાલીમ લીધેલ છે.

·                     જિલ્લાના પોલીસ કર્મચારીઓને તેમની રૂઢિગત કામગીરીમાં બદલાવ લાવવા માટે તેમ જ હકારાત્મક વલણ અપનાવી ગુણવત્તાયુક્ત સેવાઓ આપવા માટે તેઓની કામગીરીની શૈલીમાં સુધારો લાવવા અને ક્વોલિટી અને પરિણામલક્ષી કાર્ય કરવા માટે સતત તાલીમોનું આયોજન કરી તમામને આ તાલીમો આપવામાં આવેલ છે. જેના પરિણામરૂપે કર્મચારીઓના વલણમાં ખૂબ જ બદલાવ આવેલ છે.