પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

નાગરિક સંરક્ષણ

7/4/2025 7:34:06 PM

નાગરિક સંરક્ષણ ( સિવિલ ડિફેન્સ )

નાગરિક સંરક્ષણ એટલે શુ ?

કુદરતી કે અકુદરતી (માનવ સર્જિત) આપત્તિમાં વ્યક્તિ કે પોતાના જાનમાલનું રક્ષણ કરવુ તે કુદરતી આપત્તિ જેમાં (૧) ધરતીકંપ (ર) સુનામી (૩) વાવાઝોડું (૪) ચક્રવાત (પ) ભુરખલન (૬) રાનો ફોલ (૭) પૂર, અતિવૃષ્ટિ વગેરે છે.

માનવ સર્જિત આપત્તિ જેમાં યુદ્ધ જેમાં બોમ્બથી થતી જાનમાલની નુકસાની

નાગરિક સંરક્ષણની જરૂરિયાત કેમ ઊભી થઈ ?

પ્રાચીન સમયમાં થતાં યુદ્ધો નીતિવિષયક અને ધર્મયુદ્ધો હતાં. જેમાં સમય અને સ્થળ અગાઉથી નક્કી હતાં અને તેમાં યુદ્ધનો સમય પણ નક્કી હતો. આ યુદ્ધોમાં જાનહાનિ થતી હતી અને વ્યક્તિ વ્યક્તિની સામ સામેથી લડાઈઓ હતી, આજના યુગમાં યુદ્ધોની પરિભાષા બદલાયેલ છે. તેમાં કોઈ નીત્તિમત્તાનાં ધોરણો નથી કે કોઈ ચોક્કસ સમય કે સ્થળ નથી. આ યુદ્ધો આધુનિક હથિયારોથી લડાતાં હોવાથી માનવ સંહાર અને માલ મિલકતનો પારાવાર નાશ થાય છે. સરહદ પર ચાલતાં યુદ્ધોમાં મોટા ભાગે લશ્કરી પાંખો સરહદ ઉપર રોકાયેલ છે. જ્યારે આધુનિક મિસાઈલ્સ, બોમ્બમારાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં ખાનાખરાબી કસ્બામાં ચાલે છે. આવી વખતે દેશના નાગરિકો તથા સરહદ પર લડતા જવાનોનું નૈતિક મનોબળ તૂટી જાય છે. ખોટી અફવાઓ ભયાનક નિરાશા ફેલાવે છે અને ભોગ બનનાર નાગરિકો હતપ્રભ બની બચવા માટે મદદની અપેક્ષાઓ રાખે છે. યુદ્ધ સિવાય અન્ય કુદરતી કે અકુદરતી આપત્તિઓમાં પણ આમ જનતા બચવા માટે, બચાવ કાર્યો માટે અપેક્ષાઓ રાખે છે. લશ્કરી તથા પેરામિલિટરી ફોર્સ, સરહદ ઉપર હોવાથી અને સ્થાનિક પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં હોઈ આવા સમયે આમ જનતાની મદદે હોઈ હોતું નથી, જેથી આવા સમયમાં વ્યક્તિ પોતે પોતાનું રક્ષણ કરી શકે, બીજાને મદદરૂપ થાય તે માટે એક દળની રચના કરવાનું જરૂરી જણાયું. જેથી બિલના ઘણા દેશોમાં આબુ રોડ એક નાગરિકોમાંથી દળ બનાવવામાં આવ્યું અને આમ નાગરિક સંરક્ષણની રચના થઈ જેમાં ભારતમાં પણ આ દળની ૧૯૪રમાં રચના થઈ અને તેના પહેલા સ્વ.શ્રી મોરારજીભાઈ દેસાઈ હતા. આ દળને લશ્કરની પાંખ ગણવામાં આવે છે અને તેમાં ભરતી થનારને કોઈ માનદ વેતન આપવામાં આવતું નથી.

ગુજરાત રાજ્યમાં તેની વડી કચેરી લાલ દરવાજા, હોમગાર્ડઝ, નવીન અમદાવાદ ખાતે આવેલી છે અને તેના નિયામક તરીકે ડી.જી.પી. કક્ષાના અધિકારી છે. તેમના હાથની વહીવટી ફરજો બજાવવા માટે નાયબ નિયામકશ્રીની એક જગ્યા છે. જે સુપ્રિ. ઓફ પોલીસ કક્ષાના અધિકારી ફરજ બજાવે છે. ગુજરાત રાજ્યમાં સિવિલ ડિફેન્સની સ્થાપના ૧૯૬રમાં થઈ અને હાલમાં ગુજરાત રાજ્યના સંવેદનશીલ નીચે જણાવેલ જિલ્લા / શહેરોમાં સિવિલ ડિફેન્સના યુનિટો ચાલુ છે.

યુનિટ :

(૧) અમદાવાદ શહેર (ર) વડોદરા શહેર (૩) અંકલેશ્વર (૪) સુરત (પ) કાકરાપાર (૬) ગાંધીધામ (૭) ભૂજ (૮) માહનલિયા (૯) જામનગર (૧૦) ઓખા (૧૧) વાડીનાર તદુઉપરાંત અન્ય ત્રણ નવા યુનિટ (૧) ભાવનગર (ર) ભરૂચ (૩) ગાંધીનગર ખાતે શરૂ થનાર છે.

અગાઉ આ યુનિટની કામગીરી પોલીસ કમિશનરશ્રી / ના.પો.અધીક્ષકશ્રી હસ્તક હતી, પણ હાલમાં આ કામગીરી જિલ્લા કક્ષાએ / કમિશનર શહેર કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રી હસ્તક રાખવામાં આવેલ છે. આમ ઉપરોક્ત તમામ યુનિટ હાલ જે તે કલેક્ટરશ્રીના હસ્તક છે અને આ યુનિટના વહીવટકર્તા તરીકે કલેક્ટરશ્રીને નિયંત્રકશ્રીનો હોદ્દો આપવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ નિયંત્રકના હાથ નીચે આ કામગીરી અધિક કલેક્ટરશ્રી કક્ષાના અધિકારી સંભાળે છે. તેમ જ તેમની મદદમાં પોલીસ ઈન્સ.શ્રી (કે જેમને ફેઈન્ડ ઈન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે.) જે ને મૂકવામાં આવેલ છે. યુનિટની કામગીરીને ઘ્યાનમાં રાખી એક કે એકથી વધુ ટી.આઈ. (પી.આઈ.) ની નિમણુંક કરવામાં આવેલી છે.

નાગરિક સંરક્ષણમાં ભરતી કોણ થઈ શકે

(૧)    ભારતનો નાગરિક હોવો જોઈએ

(ર)    ૧૮ વર્ષની મોટી ઉંમરનો હોવો જોઈએ.

(૩)    અભ્યાસ ધોરણ -૪ પાસ હોવો જોઈએ

(૪)    કોઈ અસામાજિક પ્રવૃતિ કે ગુનામાં સંડોવાયેલ ન હોવો જોઈએ

(પ)    રાજકીય પક્ષ સાથે સંકળાયેલ ન હોય

(૬)    આવશ્યક સંસ્થાનો સભ્ય ન હોય

આવી કોઈ લાયકાત ધરાવતા નાગરિકો આ દળમાં જોડાઈ શકે છે.

નાગરિક સંરક્ષણની કુલ-૧ર સેવાઓ છે. જે નીચે મુજબ છે.

ક્રમ

સેવા

વડા

૧.

હેડ કવાર્ટર સેવા

જિલ્લા કલેક્ટરશ્રી (નિયંત્રકશ્રી)

ર.

તાલીમ સેવા

જિલ્લા શિક્ષણ અધિકારી

૩.

રેસ્ક્યુ સેવા

એન્ઝિ.એન્જિ. પી.ડબ્લ્યુ.ડી.

૪.

વોર્ડન સેવા

ચીફ વોર્ડન

પ.

ફાયર સેવા

ચીફ ફાયર ઓફિસર

૬.

કોમ્યુનિકેશન સેવા (સંદેશા વ્યવહાર)

જનરલ મેનેજર કોમ્યુનિકેશન

૭.

ટ્રાન્સ્પૉર્ટ સેવા

(૧) ડિવિઝન કંટ્રૉલર એસ.ટી.

(ર) આર.ટી.ઓ.

૮.

કેજયુલિટી સેવા

સિનિ. સિવિલ સર્જન

૯.

સપ્લાય સેવા

ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર

૧૦.

વેલફેર સેવા

ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર

૧૧.

સાલ્વેજ સેવા

એન્ઝિ. એન્જિ. પી.ડબ્લ્યુ.ડી.

૧ર.

મડદા નિકાલ સેવા

(૧) ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર

(ર) હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી

 

ઉપરોક્ત ૧ર સેવાઓ પૈકી વોર્ડન સેવાએ સિવિલ ડિફેન્સની કરોડરજ્જુ ગણવામાં આવે છે અને વોર્ડન (સેવક)ની ભરતી આ સેવામાં કરવામાં આવે છે. આ સેવામાં નીચે મુજબના પદાધિકારીઓ તથા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે.

(૧) ચીફ વોર્ડન

(ર) ડેપ્યુટી ચીફ વોર્ડન

(૩) સ્ટાફ ઓફિસર

(૪) ડિવિઝન વોર્ડન

(પ) ડેપ્યુટી ડિવિઝન વોર્ડન

(૬) પોસ્ટ વોર્ડન

(૭) એકાર વોર્ડન

(૮) વોર્ડન

આખા યુનિટમાં વોર્ડન સેવામાં એક ચીફ વોર્ડન હોય છે. જેને દસ લાખની કે તે ઉપરની વસતિવાળા યુનિટમાં નિમણુંક આપવામાં આવે છે. તેમના હાથ નીચે તેમને મદદ કરવા એક સ્ટાફ ઓફિસર હોય છે. ૧ લાખની વસતીને એક ડિવિઝન બનાવવામાં આવે છે અને તેના વડાને ડિવિઝન વોર્ડન કહેવામાં આવે છે, દર પ૦૦ની વસતીએ એક વોર્ડન,ર૦૦૦ની વસતીએ એક સેકટર વોર્ડનનું માપદ્દંડ છે. આ સેવામાં ભરતી થનાર સભ્યોને સિવિલ ડિફેન્સની પ્રાથમિક તાલીમ આપવામાં આવે છે અને પ્રાથમિક તાલીમ આપનાર અધિકારી પોલીસ ઈન્સ. કક્ષાના હોય છે. પ્રાથમિક તાલીમ આપ્યા બાદ આવા સભ્યોએ 'ક' ફોર્મ ભરી અરજી કરવાની હોય છે અને આ અરજી આધારે નિયંત્રકશ્રી આવા સભ્યોને તેમની લાયકાત મુજબ વિવિધ સેવાઓમાં ભરતી કરે છે. પ્રતિષ્ઠિત નાગરિકો, વકીલો, ડોકટર્સ વગેરેને તાલીમ આપ્યા વગર પણ સીધી નિમણુંક આપી શકાય છે.આવા ભરતી થયેલ સભ્યોને નિમણુંક રદ કરવાની સત્તા પણ સિવિલ ડિફેન્સ એક્ટની જોગવાઈ મુજબ નિયંત્રકની છે. કટોકટીના સમયે સિવિલ ડિફેન્સની ૧ર સેવાઓના વડાની મિટિંગ સિવિલ ડિફેન્સ કન્ટ્રોલ રૂમમાં મળે છે.

સિવિલ ડિફેન્સના કન્ટ્રોલ રૂમમાં શહેરનાં વિવિધ સ્થળોએ ગોઠવેલ સાયરનોની કન્ટ્રોલ સ્વિચ હોય છે. હવાઈ હુમલા વખતે સાઈરન બે મિનિટ સુધી ત્રુટક ત્રુટક વગાડવામાં આવે છે. અને આવો હવાઈ હુમલો પૂરો થયા બાદ 'સબ સલામત' માટેની સાઈરન બે મિનિટ સુધી સતત વાગે છે.

સિવિલ ડિફેન્સમાં ભરતી થનારને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને આવા તાલીમ પામેલા સભ્યોને કુદરતી/અકુદરતી આપત્તિ વખતે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવવા માટે મોકલવામાં આવે છે અને આ સભ્યોને નક્કી કર્યા મુજબનો યુનિફોર્મ તેમના સ્વખર્ચે તૈયાર કરાવી પહેરવાનો હોય છે. આમ સિવિલ ડિફેન્સએ આપત્તિકાળમાં રાષ્ટ્રની સેવા કરતું માનદ સેવા દળ છે.

 

આટલું તો જરૂર કરો

આફતો :

ભૂકંપ પહેલાં.........

  • ધરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી.

  • તમારા કુંટુંબીજનો સાથે ભૂકંપ વિશેની સાચી માહિતીની ચર્ચા કરી જાણકારી આપવી.

  • ભૂકંપ પ્રતિરોધક બાંધકામને લગતા કાયદાનો અમલ કરી સ્થાનિક રીતે સુરક્ષિત બાંધકામ કરવું અને જૂનાં મકાનોનું ટેક્નોલોજી મુજબ મજબૂતીકરણ કરવું.

  • ઘરની સજાવટ એવી રાખવી કે, અવર જવર સરળ બને અને ફર્નિચર કે રમકડાંથી માર્ગ અવરોધાય નહીં.

  • ભારે અને મોટી વસ્તુઓ ભોંયતળિયે અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી.

  • અભરાઈઓ ઉપર ભારે અને નાજુક વસ્તુઓ મૂકવી નહિં.

  • ઘરની છાજલીઓ, ગેસ સિલિન્ડર, ફૂલદાનીઓ, કુંડા વગેરે ભીંત સાથે જોડેલા રાખવા.

  • છત પરના પંખાઓને યોગ્ય રીતે મજબૂત જડવા / બાંધવા

  • સૂવાની જગ્યાના ઉપરના ભાગે ફોટા - ફ્રેમ,દર્પણ કે કાચ લગાવવા નહીં.

  • ક્ષતિવાળા વીજળીના કનેક્શન તથા લિકેજ ગેસ કનેક્શન તરત જ રિપેર કરાવી લેવા.

  • અઠવાડિયા પૂરતું આકસ્મિક જરૂર પૂરતાં ખોરાક,પાણી,દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી હાથવગી રાખો, જે લઈને નીકળી જઈ શકાય.

  • ઘરમાં સુરક્ષિત જગ્યાઓ જોઈ રાખો. જેમાં મજબૂત છતવાળું ફર્નિચર, ટેબલ, સુરક્ષિત ખૂણા અથવા અંદરની દીવાલ વગેરે

  • બહાર સુરક્ષિત જગ્યાઓ જોઈ રાખો., ખુલ્લામાં મકાનોથી દૂર, ઝાડ, ટેલિફોન કે વીજળીના તારથી દૂર મોટા જાહેરાતના પાટિયાથી દૂર વગેરે

  • સંપત્તિનો વીમો તેમ જ કુંટુંબના જીવન વીમા ઉતરાવવા અને વીમાના કાગળો સુરક્ષિત સ્થળે રાખો.

  • આકસ્મિક સંજોગો માટે થોડી રોકડ રકમ હંમેશા હાથ ઉપર રાખો

  • તમારા કામના સ્થળે નામ, સરનામાં અને કુંટુંબના સભ્યોના ફોટા સાથે એક ડાયરી રાખો, તેમાં તમારા શારીરિક સ્વાસ્થ્યની વિગતો નોંધી રાખો.

  • અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહીં તેવી કોથળીમાં રાખો. તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખો.

  • નજીકના આરોગ્ય કેન્દ્ર,અગ્નિ શમન કેન્દ્ર,પોલીસ ચોકી વગેરેની માહિતી તથા જાણકારી રાખવી.

  • કુટુંબમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી.

ભૂકંપ દરમ્યાન...

  • ગભરાશો નહીં, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો. ગભરાટમાં ખોટી દોડાદોડી કરવી નહીં.

  • ઘરમાંથી ખુલ્લી જગ્યામાં દોડી જવું.

  • ખુલ્લી જગ્યાએ હો તો ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી ત્યાંજ રહો.

  • બહુમાળીમાં હોવ તો લિફ્ટનો ઉપયોગ કરવો નહીં.

  • શેરીમાં હોવ ત્યારે જૂનાં અને ઊંચા મકાનો, ઢોળાવો, ધસી પડે તેવાં મકાનો અને વીજળીના તારથી દૂર ચાલ્યા જાવ.

  • શાંત અને સ્વસ્થ ચિત્તે ખુલ્લી જગ્યા તરફ ચાલ્યા જવું, દોડવું નહીં અને શેરીઓમાં આંટાફેરા મારવા નહીં.

  • જો વાહન હંકારતા હોવ તો તુરંત જ સુરક્ષિત જગ્યાએ રોડની સાઈડમાં વાહન રોકી વાહનમાં જ ભરાઈ રહો.

  • ઘર કે કચેરી કોઈ પણ મકાનમાંથી બહાર જવાના માર્ગ તરફ દોડવું નહીં, લિફ્ટનો ઉપયોગ કરવો નહીં તેમ જ બારીઓ, કાચનાં બારણાં,અરિસા, ફર્નિચર વગેરેથી દૂર રહેવું.

  • મકાનના અંદરના દરવાજાના લિન્ટલ હેઠળ, રૂમના ખૂણામાં, મજબૂત ટેબલ કે પલંગ નીચે પોતાની જાતને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરવો.

  • જ્યારે મકાનની અંદર હોવ ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથથી માથું છુપાવી લઈ મકાનમાં કોઈ પણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો.

  • બારણાંની ફ્રેમ નીચે, મજબૂત ટેબલ નીચે કે મજબૂત દીવાલ પાસે માથું સાચવી બેસી રહેવું.

ભૂકંપ બાદ.....

  • અફવા ફેલાવશો નહીં, અફવા સાંભળશો નહીં, ચિત્ત સ્વસ્થ રાખો.

  • આત્મવિશ્વાસ એકત્રિત કરી અન્યને મદદ કરો.

  • ભૂકંપ પછીના સામાન્ય આંચકાઓથી ગભરાવું નહીં.

  • ભૂકંપ દરમ્યાન કુટુંબના સભ્યો અલગ થઈ ગયા હોય તો