પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

કામગીરીના માપદંડ

7/5/2025 3:07:40 AM
વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણોની વિગતો આપો.
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે -

    • દરેક પો.સ્ટે.વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે ફેરણીનો કાર્યક્રમ

    • લોક દરબાર

    • શાંતિ સમિતિની મીટીંગ

    • કોમી બનાવોમાં ઉચ્ચ અધિકારી દ્રારા મોનીટરીંગ

    • ગુપ્તચર વિભાગ દ્રારા અગાઉથી માહીતી મેળવી કોમી બનાવો અટકાવવા અંગેનો કાર્યક્રમ તેમજ આવા બનાવો બને ત્યારે અગોતરી બનાવેલ સ્કીમ મુજબ કાર્ય કરવાની પઘ્ધતિ

  • ગુન્હા અટકાવવા અંગે -

    • કાયદાકીય રીતે નિર્મિત જરૂરી અટકાયતી પગલાઓનો કાર્યક્રમ અને તેનું મોનીટરીંગ

    • વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે એમ.ઓ.બી. દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ

    • મિલકત વિરૂઘ્ધના તથા ગંભીર પ્રકારના સંવેદનશીલ ગુનાઓ શોધી કાઢવા તથા તપાસ કરવા અંગે જિલ્લા સ્તરે એલ.સી.બી.દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ

    • નાઈટ રાઉન્ડ તથા કોમ્બીંગ નાઈટ રાઉન્ડની કાર્યપઘ્ધતિ

    • જેલ વિઝીટ

  • ગુન્હાની તપાસ -

    • ગુન્હાઓની તપાસ ઝડપી અને તટસ્થરીતે સમય મર્યાદામાં થાય તે માટે માસિક મોનીટરીંગની કાર્યપઘ્ધતિ

    • ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વિભાગી પોલીસ અધિકારી દ્રારા સીધુ માર્ગદર્શનની કાર્યપઘ્ધતિ

    • દરેક નાના-મોટા બનાવો અંગે મોર્નિંગ રીપોર્ટ, સ્ટેશન ડાયરી રીપોર્ટ, કેસ ડાયરી રીપોર્ટ અને વીકલી ડાયરી રીપોર્ટ ઉપર ઉપરી અધિકારી દ્રારા લેવામાં આવતા ચેક દ્રારા નિયમીત મોનીટરીંગ