પોલીસ અધિક્ષક, મહેસાણા
http://www.spmehsana.gujarat.gov.in

જિલ્લાનો પરિચય

7/5/2025 3:08:33 AM

મહેસાણા જિલ્‍લો

 

 

 

 

()    પ્રસ્તાવના :-

મહેસાણા જિલ્‍લો ગુજરાતના મઘ્ય સ્થાને અને ઉત્તર ગુજરાતનો ખૂબ જ મહત્ત્વનો જિલ્‍લો છે. ભૌગોલિક દ્રષ્‍ટિએ જોઈએ તો ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર ધરાવતો, સમયાન્તરે પાટણ, ગાંધીનગર જિલ્‍લાનું વિભાજન થતાં આ જિલ્‍લાનો વ્યાપ ઘટેલ છે. આઝાદી પૂર્વે ગાયકવાડ હકૂમત હેઠળ આવતો હોઈ શિક્ષણના સ્તરે અગ્રેસર રહેલ, પરિણામે બુદ્ધિમત્તા અને વિદ્વત્તામાં પણ અગ્રેસર હોઈ ઉદ્યોગ, સહકાર જેવાં ક્ષેત્રોમાં જિલ્‍લાના રહીશો દેશભરમાં ટોચ પર રહી આગવું યોગદાન અર્પી નવી રાહ ચીંધેલ છે. જિલ્‍લામાં મુખ્યત્વે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના જુદી જુદી જ્ઞાતિઓ પૈકી હિન્દુમાં :બ્રાહ્મણ, પટેલ, વાણિયા, મોઢ, ચૌધરી (આંજણા), ક્ષત્રિય, ઠાકોર, માળી, ભરવાડ, રબારી, દરજી, ગાંચી, કંસારા, કુંભાર, લુહાર, મોચી, ઓડ, સોની, સુથાર, બારોટ, ચારણ, નાયક(તરગાળા), વાળંદ, ગોસાંઈ, રાવળિયા, બજાણિયા, ભોઈ, વાઘરી તથા અનુસૂચિત જાતિમાં હરિજન, ચમાર, મોચી મુખ્યત્વે તથા મુસ્લિમમાં: શેખ, સૈયદ, પઠાણ, મલેક, મેમણ, પીંજારા, વ્હોરા વસવાટ કરે છે.

(ર)    ક્ષેત્રફળ :-

૪૪૭૪.૧૦ ચોરસ કિલોમીટર

(૩)    ભૌગોલિક :-

ગુજરાત રાજ્યના ર૩.૦રથી ર૪.૦૯ ઉત્તર અક્ષાંશ અને ૧.ર૧થી પ.પર પૂર્વે રેખાંશ વચ્ચે અને પૂર્વે સાબરકાંઠા પશ્ચિમે પાટણ, ઉત્તરે બનાસકાંઠા દક્ષિણે ગાંધીનગર જિલ્‍લાની મઘ્યમાં આવેલ છે. સને ર૦૦૧ની વસ્તી ગણતરી મુજબ જિલ્‍લાની કુલ વસ્તી ૧૮,૩૭,૬૯૬ છે.

(૪)

નદીઓ

:

સાબરમતી, રૂપેણ, ખારી

 

જળાશયો

:

ધરોઈ, મુક્તેશ્વર

 

તળાવો

:

થોર, વરસંગ, ચીમનાબાઈ

 

કેનાલો

:

ધરોઈ યોજનાની ડાબી કેનાલ.


(પ)    આર્થિક :

અસલમાં ગાયકવાડ હકૂમતને લીધે સાક્ષરતા તરફી વધુ ભાર હોઈ શિક્ષણ, બુદ્ધિમત્તા તથા ચાતુર્યતાના સંગમને લીધે વ્યાપાર, ધંધામાં આગવી સૂઝ ધરાવતા હોઈ દુનિયાભરમાં પોતાની આગવી પ્રતિભા ઊપસાવી અલગ ઓળખ (મેશાણા) પ્રસ્થાપિત કરેલ છે.

(૬)    કૃષિ/ પશુપાલન અને ડેરી :-

મહેસાણા જિલ્લાનો કુલ વિસ્તાર પ૩૭ર૬ હેક્ટર પૈકીનો ૪ર૯૬૧૭ હેક્ટર વાવેતર લાયક વિસ્તાર છે. જ્યારે જિલ્લાની મહદંશે જમીન સમતલ અને ગોરાડું છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, વરિયાળી, રાયડો, ડાંગર જેવા પાકોની ખેતી થાય છે. જિલ્‍લાનું ઊંઝા ખાતેનું માર્કેટ યાર્ડ જીરું, ઇસબગૂલ, વરિયાળી જેવા પાકના વ્યાપાર ક્ષેત્રે એશિયાભરમાં મશહૂર છે.

સને-૧૯૯રની ગણતરી મુજબ જિલ્‍લામાં પશુધન ૯૧,૯૭,૯૩ નોંધાયેલ તે પૈકી ભેંસ:-૪૮૭૩૦૯, ગાય:- ર૦૪૯ર૬ જ્યારે બળદ, ઘોડા, ઘેટાં-બકરાં, ઊંટ વગેરે ર૨૭૫૫૮ છે. જિલ્લામાં દૂધસાગર ડેરીએ ૬૭૧ દૂધમંડળીઓ ઊભી કરી સમગ્ર રાજ્યમાં શ્વેતક્રાંતિનું સર્જન કરેલ છે.

(૭)    ઉદ્યોગ :-

કુલ યુનિટ ૧ર૯૮ છે. જે મહેસાણા, ઊંઝા, કડીમાં અસ્તિત્વ ધરાવે છે.

ઉપરાંત ઓ.એન.જી.સી.એ જિલ્‍લાની વિકાસયાત્રામાં તથા રોજગાર ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપેલ છે.

()

મુખ્ય ખનીજ

:

ચાઇના ક્લે, ફાયર ક્લે

 

ગૌણ

:

લાઇન સ્ટોન, ક્વાર્ટ ઝાઇટ, ગ્રેનાઇટ

 

()

જિલ્‍લામાં શિક્ષણ

 

પ્રાથમિક શાળાઓ

:

૭૮૮

 

માઘ્યમિક શાળાઓ

:

૧૯૮

 

ઉચ્ચ માઘ્યમિક શાળા

:

૧૦૯

 

કોલેજ

:

૪૧

 

પોલિટેક્નિક કોલેજ

:

 

ઉપરાંત જેમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, પી.ટી.સી., બી.સી.એ., ડી.પી.એડ., સી.પી.એડ., બી.એડ. કોલેજ ઉપલબ્ધ છે.  ગણપત વિદ્યાલય કે જેને યુનિવર્સિટીનો દરજ્જો આપેલ છે.
 

(૧૦)  પોલિટિકલ :-

જિલ્લામાં (ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા)

જિલ્લા પંચાયત સ્થિતિ

જિલ્લા પંચાયત

તાલુકા પંચાયત

ગ્રામ પંચાયત

ગામ

વસ્તી

મતદાર સંખ્યા

૬પ૧

૬૬૭

   
 

નગરપાલિકા (છ)

મહેસાણા

વીસનગર

ઊંઝા

કડી

ખેરાલુ

વિજાપુર

           
 

વિધાનસભા (સાત)

મતવિસ્તાર

મહેસાણા

ઊંઝા

વીસનગર

કડી

વિજાપુર

ખેરાલુ

જોટાણા

ગામ

             

મતદારની સંખ્યા

             

 

લોકસભા

બેઠક

મહેસાણા

પાટણ

ગાંધીનગર

મતદારોની વિગત

સ્ત્રી

   
 

પુરુષ

   
 

કુલ

   

 

ઇતિહાસ :-

સૌપ્રથમ પૌરાણિક યુગનો આરંભની વાત કરીએ તો હાલના ગુજરાતનાં પ્રાચીન નગરોમાં સમાવિષ્ટ આપણું વડનગર જેના શિલ્પી એવા મનુ વૈવસ્તના પુત્ર શયાનિતાના પુત્ર આનર્તે આનર્ત દેશ વસાવ્યો. આનર્ત પ્રદેશની રાજધાની આનર્તનગર (વડનગર) હતી. સ્કંધપુરાણ સૂચિત આ સ્થળે હાટક તીર્થ આવેલાનું નિર્દેશ કરેલ. જેની સ્મૃતિરૂપે પ્રવર્તમાન સમયમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર શોભાયમાન છે. જેમાં સને. રર૬થી નાગર કોમનો વસવાટ હતો તેમ સૂચવે છે.

ઇતિહાસમાં જેને સુવર્ણ અક્ષરોમાં બિરદાવ્યું છે. જે ગુજરાતનું પાટનગર અણહીલવાડ પાટણ જેના ઉપર કરણસિંહ વાઘેલા (કરપ ભેલો) હકૂમત ધરાવતો હતો. અલ્લાઉદ્દીન ખીલજીએ સર કરી હિન્દુઓની પરંપરાગત રાજધાની અણહીલવાડ પાટણને કાયમી રાખી. તેણે પાટણમાં પોતાના સાળા મલેક સંજરને અલ્પખાન (બહાદુરખાન)ની નિમણૂક શાસનકર્તા તરીકે કરેલ, જેણે સમય જતાં કડીના કિલ્લાને સમરાવ્યો. બીજી તરફ પૂંજાજી ચાવડાની વફાદારી લક્ષમાં લઈ તેમને સેનાપતિ બનાવ્યા. પાટણમાં નવ ઠકરાતો અસ્તિત્વમાં હતી. વિહલ બહારવટિયાએ પાટણમાં ધાડ પાડતાં તેના ત્રાસથી અલ્લાઉદ્દીન ખીલજીએ કંટાળી જાહેર કર્યું કે આ બહારવટિયાઓનો નાશ કરશે, તેને અણહીલવાડનો પ્રદેશ સુપરત કરશે. અવરસનો લાભ ઉઠાવી બહાદુર પૂંજાજી ચાવડાએ વિહલવાડને નાથવાનું બીડું ઝડપી ૧૬,૦૦૦ સૈનિકો સાથે અંબાસણમાં પડાવ નાખી પ્રથમ ડાભલા, ગોઝારિયા, લોદરા, વરસોડા, અંબોડ, અનોડિયા, ડાંગરવા વગેરે સાત ઠકરાતો હસ્તગત કરી જ્યારે પીલવાઈના જોધાઓ વડોસણના ધાધુમલને પરાસ્ત ન કરી શકતાં લાચારીવશ અલ્લાઉદ્દીન ખીલજી પાસે અણહીલવાડ પાટણ પરત આવેલ. નવમાંથી સાત ઠકરાતોના ધણીને કુનેહથી પરાસ્ત કરીને પોતાની શૈર્યતાનું પ્રમાણ પૂંજાજીએ પ્રદર્શિત કરેલ હોઈ અલ્લાઉદ્દીન ખીલજીએ વિહલવાડના આખા પ્રદેશની ભેટથી નવાજ્યા. ઉપરાંત બાવન ગામોની બક્ષીસ આપી, જેમાંનાં દેવરાસણ, શોભાસણ, ગઢવીઓને, થોડાંક ગામ મદદકર્તાઓને, પૂંજાજી ચાવડાએ ભેટ ધરી પોતે અંબાસણ મુકામે રાજધાની સ્થાપી ૪૬ વર્ષ પર્યન્ત શાસન કરી સ્વર્ગવાસી થયા. પૂંજાજી ચાવડાના બે પુત્રો મેસાજી ચાવડા તથા વણવીરજી ચાવડા. જેમાં જયેષ્ઠ પુત્ર મેસાજી ચાવડાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૪૧૪ના ભાદરવા સુદ દશમે ''મેસાણા'' ગામનું તોરણ બાંધી વસાવ્યું. જે વર્તમાન મહેસાણા.