હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

મહેસાણા-સાફલ્‍યગાથા-તા. ૦૧/૦૮/૨૦૧૬

 

મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તેમજ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી પો.ઈન્સ શ્રી જે.એસ.ચાવડા તથા પો.સબ.ઇન્સ શ્રી એસ.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ શ્રી વાય.એમ.બેલીમ તથા એ.એસ.આઇ ઇમ્તીયાઝખાન અનવરખાન તથા હેડ.કોન્સ શાહરભાઇ લક્ષ્મણભાઇ તથા કેશરસિંહ રતુજી તથા ભાનુભાઇ ગોવિંદભાઇ તથા રત્નાભાઇ લાલાભાઇ તથા મનોહરસિંહ વિજયસિંહ તથા અનિલકુમાર દેવુંસિંહ તથા સંતોષકુમાર હરીભાઇ તથા પુષ્પેન્દ્રસિંહ સમરસિંહ તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ કાનજીભાઇ તથા હરીસિહ ભવાનસિહ તથા નારાયણસિહ જગતસિહ તથા દીલીપભાઇ અંબાલાલભાઇ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો વડનગર પો.સ્ટે ની હદમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા વડનગર ફાટક નજીક કોલેજ ત્રણ રસ્તા પાસે લોકોની ભીડમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાતાં જેને કોર્ડન કરી પકડી પાડી નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ બાબુભાઇ ઉર્ફે રોબર્ટ રમેશભાઇ ભોઇ ઉ.વ.૩૦ રહે.પ્રાંતિજ ભુપેન્દ્દ પેટ્રોલપંપ પાછળ તા.પ્રંતિજ જી.સાબરકાંઠા વાળો હોવાનું જણાવેલ જેની અંગઝડતી કરતા તેની પાસેથી કોઇ ચીજવસ્તુ મળી આવેલ નહીં અને અત્રે હાજરી બાબતે પુછતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી સદરી ઇસમ કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે શકમંદ હાલતમાં મળી આવેલ હોઇ તેની યુકતિ-પ્રયુકતિપૂર્વક વિશ્વાસમાં લઇ ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં ઉપરોકત પકડાયેલ આરોપી બાબુભાઇ ઉર્ફે રોબર્ટ ભોઇએ પોતાના સાથીદારો સાથે મળી નીચે જણાવેલ કુલ ૮ જેટલા ચેઇન સ્નેચીંગના ગુન્હાઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે...

(૧) આજથી પોણા બે મહીના પહેલા સવારના સમયે બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ભાથીજી મકવાણા બંન્ને જણા ભાથીજીના એફઝેડ બાઇક આવી વડનગરમાં હોસ્પિટલ સામે આવેલ રોડ તરફ થી નીકળતા ચાલતા જતા એક બહેનના ગળામાં ઝુંટ મારી સોનાનો દોરાની લુંટ કરી પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો અમો બંન્ને જણાઓએ સોની કમલેશભાઇ હર્ષા જ્વેલર્સ વાળાને આપેલા અને તેઓએ રૂ.૧૬,૦૦૦/-આપેલા જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

(૨)  તે પછી ઉપરોક્ત દોરાની લુંટ કર્યા બાદ આશરે વીસેક દિવસ બાદ બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ભાથીજી મકવાણા બંનેએ તેના એફઝેડ બાઇક ઉપર વડનગરમાં આવેલ એક સ્વામીનારાયણ મંદીર પાસેથી સવારના સમયે એક બહેન ચાલતા જતા હતા તે વખતે તેમની નજીક બાઇક જવા દઇ તે બેનના ગળામાંથી ભાથીજીએ સોનાના દોરાની લુંટ કરી પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો અમો બંન્ને જણાઓએ સોની કમલેશભાઇ હર્ષા જ્વેલર્સ વાળાને આપેલા અને તેઓએ રૂ.૧૮,૫૦૦/-આપેલા જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

 

(૩) આજથી આશરે સાડા ત્રણેક મહીના પહેલા સાંજના સમયે બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ચીરાગ ભોઇ બંન્ને જણા ચીરાગના એફઝેડ બાઇક ઉપર વિસનગર એમએન કોલેજથી આગળ એક બહેન ચાલતા જતા હતા તેમના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો અમો બંન્ને જણાઓએ સોની કમલેશભાઇ હર્ષા જ્વેલર્સ વાળાને આપેલા અને તેઓએ રૂ.૧૩,૦૦૦/-આપેલા જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

(૪) આજથી આશરે દોઢેક મહીના પહેલા વહેલી સવારના સમયે બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ચીરાગ ભોઇ બંન્ને જણા ચીરાગના એફઝેડ બાઇક ઉપર પ્રાંતિજ થી નીકળી વિસનગર આવેલા અને ધરોઇ કોલોની રોડ બાજુ એક સોસાયટી નજીકથી એક બહેન એક્ટીવા ઉપર એક ભાઇ સાથે જતા હતા તે વખતે બાઇક તે એક્ટીવા પાસે જવા દેતા ચીરાગે તે બેનના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરેલી અને પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો સોની કમલેશભાઇ હર્ષા જ્વેલર્સ વાળાને આપેલા અને જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

(૫)  આજથી આશરે ચારેક મહીના ઉપર રાતના સમયે બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ભાથીજી મકવાણા બંન્ને જણા ભાથીજીના એફઝેડ બાઇક ઉપર પ્રાંતિજ થી નીકળી વિજાપુર આવેલા અને વિજાપુર ટીબી ત્રણ રસ્તા પાસે રોડની બાજુમાંથી એક બહેન એક્ટીવા ઉપર એક ભાઇ સાથે જતા હતા તે વખતે બાઇક તે બહેનની પાસે જવા દેતા બાઇકની પાછળ બેસેલ રોબર્ટે તે બેનના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરેલી અને પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો સોની કમલેશભાઇ હર્ષા જ્વેલર્સ વાળાને આપેલા અને તેઓએ અમોને રૂ.૧૭,૦૦૦/-આપેલા અને જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

(૬) આ ઉપરોક્ત લુંટ કર્યા બાદ અઠવાડીયા પછી રાતના સમયે બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ભાથીજી મકવાણા બંન્ને જણા ભાથીજીના એફઝેડ બાઇક ઉપર પ્રાંતિજ થી નીકળી વિજાપુર આવેલા માઢી આશ્રમ સામે રોડ ઉપરથી એક બહેન એક ભાઇ સાથે મોટર સાયકલ ઉપર જતા હતા તે વખતે બાઇક તે બહેનની પાસે જવા દેતા બાઇકની પાછળ બેસેલ રોકર્ટે તે બેનના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરેલી અને પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો સોની કમલેશભાઇ હર્ષા જ્વેલર્સ વાળાને આપેલા અને તેઓએ અમોને રૂ.૨૩૦૦૦/-આપેલા અને જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

(૭)  આજથી આશરે ચૌદેક મહીના પહેલા મોજે તલોદ થી હિંમતનગર તરફ વાવડી ચોકડીથી પંદરેક કિ.મી દૂર બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ભાથીજી મકવાણા બંન્ને જણા ભાથીજીના એફઝેડ બાઇક ઉપર એક બહેન એક ભાઇ સાથે મોટર સાયકલ ઉપર જતા હતા તે વખતે ભાથીજી બાઇક નજીક જવા દેતા રોબર્ટ બાઇકની પાછળ બેસેલ હોઇ તેણે બેનના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરેલી અને પ્રાંતિજ જતા રહેલા અને તે દોરો પ્રાંતિજના દર્શન સોનીને આપેલ અને તેઓએ અમોને રૂ.૧૨૦૦૦/-આપેલા અને જે બંન્ને જણાએ અડઘા-અડધા પૈસા વહેચી લીધેલા

(૮)  આજથી આશરે એકદ વર્ષ પહેલા મોજે ભીલોડા થી શામળાજી તરફ દસેક કિ.મી દૂર બાબુ ઉર્ફે રોબર્ટ ભોઇ તથા ચીરાગ ભોઇ બંને ભાથીના મોટર સાયકલ ઉપર એક બહેન એક ભાઇ સાથે મોટર સાયકલ ઉપર જતા હતા તે વખતે ભાથીજી બાઇક નજીક જવા દેતા બાઇકની પાછળ બેસેલ બેનના રોબર્ટે તે બહેનના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરેલી અને પ્રાંતિજ જતા રહેલા અને ચીરાગ ભોઇ તે દોરો લઇ ગયેલ

આમ, મહેસાણા એસ.ઓ.જી.એ મહેસાણા જીલ્લાના ૬ તથા સાબરકાંઠાના ૨ એમ કુલ ૮ ચેઇન સ્નેચીંગના ગુન્હાઓ ડીટેકટ કરી મિલ્કત વિરુધ્ધના (ચેઇન સ્નેચીંગના) ગુન્હાઓ ડીટેકટ કરવામાં વધુ એક સફળતા મેળવેલ છે, ઉપરોકત પકડાયેલ આરોપીઓ મોટર સાયકલ ઉપર આવી ચેઇન સ્નેચીંગ કરવાની એમ.ઓ.ધરાવતા હોઇ આ ગુન્‍હો ડીટેક્ટ કરી મહેસાણા જિલ્‍લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-08-2016