હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

મહેસાણા-સાફલ્‍યગાથા-તા. ૫/૦/૨૦૧૬

 

મહેસાણા તથા પાટણ જીલ્લામાંથી ચોરી કરેલ છ મોટરસાયકલ સાથે ત્રણ બાઇકચોરોને પકડી પાડતી એલ.સી.બી મહેસાણા પોલીસ 

 

              તાજેતરમાં મહેસાણા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના તેમજ વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા/શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબની સુચના મુજબ મહેસાણા એલ.સી.બી.અત્રેના જીલ્લામાં સધન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ.શ્રી એસ.પી.જાડેજા તથા પો.સ.ઇ.શ્રી એન.એમ.રાવત તથા એલ.સી.બી.સ્ટાફના અ.હેડકો.રાજેન્દ્રસિંહ બટુસિંહ, અ.હેડકો. વિરેન્દ્રસિંહ કનકસિંહ, જયવીરસિંહ કલ્યાણસીંહ, હે.કો. ચેતનકુમાર નટવરલાલ ,અ.હેડકો.નારણભાઇ લીલાભાઇ, અ.હેડકો.મહેન્દ્રસિંહ ભૈરવસિંહ, અ.હેડકો.કિરીટકુમાર ચતુરજી, અ.હેડ કો.નરેન્દ્રસિંહ હઠેસિંહ, અ.પો.કો.હેમેન્દ્રસિંહ કિર્તીસિંહ, તથા અ.પો.કો.સંદીપકુમાર મગનલાલ એ રીતેના વાહન ચેકીંગ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહેસાણા પાંચોટ બાયપાસ સર્કલ પાસે આવતા અ.હેડકો.વિરેન્દ્રસિંહને બાતમી હકીકત મળેલ કે, હીરોહોન્ડા મોટર સાયકલ જી.જે.૧.સી.પી. ૬૬૭૦ ઉપર બે માણસો પાંચોટ તરફથી આવે છે.તેમજ તેઓની સાથે હિરો એચ.એફેડીલક્ષ મો.સા.નં.જી.જે.ર.બી.જે.૨૫૭૮ ઉપર એક માણસ પાંચોટ તરફથી આવી રહેલ છે. જે બન્ને. મો.સા.પાંચોટ તરફના રોડે થી મહેસાણા તરફ જનાર હોઇ બન્ને મો.સા.શકમંદ ચોરીના હોવાની હકીકત હોઇ વાહન ચેકીંગ દરમ્યાન ઉપરોકત નંબર વાળા મો.સા. આવતા જેઓને કોર્ડન કરી ઉભા રાખી જેમા હીરોહન્ડા પેશન મો.સા.ઉપર બેઠેલ બન્ને ઇસમો માંથી ચાલકની પુછપરછ કરતા ઝાલા પ્રવિણસિંહ પ્રહલાદસીહ રહે.હાલ લણવા પશુ દવાખાનની સામે ફઇબાનો વાડો તા.ચાણસ્મા મુળ રહે.સીણજ તા.દેત્રોજ જી.અમદાવાદ તેમજ સદર બાઇકની પાછળ બેસેલ ઇસમનુ નામઠામ પુછતા ઝાલા ગમાનંસંગ સાયબાજી રહે.ઘુઘલીપુરા સુણસર તા.ચાણસ્મા વાળા હોવાનુ જણાવેલ તેમજ બીજા મો.સા.ના ચાલક ની પુછપરછ કરતાં ઠાકોર અશોકજી ભાઇલાલસીહ રહે.મીઠાઘરવા ઠાકોરવાસ તા.ચાણસ્મા વાળા હોવાનુ જણાવેલ ઉપરોકત ઇસમો પાસે હીરોહોન્ડા મોટર સાયકલ જી.જે.૧.સી.પી. ૬૬૭૦ તથા હિરો એચ.એફે ડીલક્ષ મો.સા.નં.જી.જે.ર.બી.જે.૨૫૭૮ ના સાધનીક કાગળો બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોઇ આ બાબતે વધુ સધન ઉંડાણ પુર્વક પુછપરછ કરતા હીરો હોન્ડા પેશન બાઇક આજથી અઢી માસ અગાઉ મહેસાણા રાધનપુર રોડ,પાંચોટ બાયપાસ સર્કલ પાસે આવેલ આનંદ મેળાના પાર્કીગમાંથી તેમજ હીરો એચ.એફ.ડીલક્ષ મો.સા આજથી ત્રણેક માસ અગાઉ પાટણ બસ સ્ટેન્ડ નજીક આવેલ દવાખાના પાસેથી ઉપરોકત પકડાયેલ ત્રણેય ઇસમો તથા ઠાકોર પ્રકાશજી ફુલાજી રહે.રામપુરા સુણસર તા.ચાણસ્મા વાળા ચારેય ભેગા મળી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે તેમજ તેઓની સધન પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ માસ દરમ્યાન ઉપરોકત બન્ને મોટરસાયકલ સહીત કુલ છ મોટર સાયકલ મહેસાણા તથા પાટણ જીલ્લામાંથી ચોરી કરેલ ની કબુલાત કરેલ છે જેની સધન પુછપરછ હાલમાં ચાલુમાં છે તથા ઠાકોર પ્રકાશજી ફુલાજી નાઓને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે તેમજ પુછપરછ દરમ્યાન ચોરીના અન્ય મોટરસાયકલ નીકળવાની સંભાવના છે ઉપરોકત આરોપી પૈકી ઝાલા પ્રવીણસિંહ પ્રહલાદસિંહ અમદાવાદ સાબરમતી જેલમાં ઇ.પી.કો. કલમ ૩૦૭ ના ગુનામાં દોઢ વર્ષની જેલ ભોગવેલ છે તથા અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની ખેપ મારતો હોવાનુ ખુલવા પામેલ છે

                આમ મહેસાણા એલ.સી.બી ને મિલ્કત સબંધી (વાહન ચોરી ) ના ગુનાઓ ડીટેકટ કરવામાં વધુ એક સફળતા મળેલ છે અને હાલમાં ત્રણ આરોપી ને છ ચોરીના મોટરસાયકલ કી.રૂ.૦૧,૮૦,૦૦૦/- ના સાથે કબ્જે કરેલ છે 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-08-2016