|
મહેસાણા-સાફલ્યગાથા-તા. ૧૨/૦૯/૨૦૧૬
એક મર્ડર કર્યા બાદ આજીવન કેદની સજા પામેલ, પેરોલ ફરારી આરોપીએ કરેલ બીજા મર્ડર (અનડીટેકટ) તેમજ બે કેબલ ચોરી,એક ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીને તેના સાગરીત સાથે પકડી પાડી પ્રસંશનિય કામગીરી કરનાર મહેસાણા એલ.સી.બી.પોલીસ
પોલીસ અધિક્ષક,મહેસાણા,શ્રી.ચૈતન્ય માંડલીક સાહેબની સુચના મુજબ મહેસાણા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી.આર.એસ.પટેલ,તથા એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ.રમેશજી રજુજી, એ.એસ.આઇ. મહેશકુમાર હેડ કોન્સ.ચતુરજી,કરમણભાઇ, યશવંતકુમાર,રહેમતુલ્લાખાન,તેજાભાઇ,વિરેન્દ્રસિંહ,કૌશિકકુમાર,પિયુશકુમાર વિ. સ્ટાફના માણસો જીલ્લામાં બનેલ મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતા.
આજરોજ એ.એસ.આઇ.રમેશજી તથા હેડકોન્સ.ચતુરજીને ખાનગી રાહે બાતમી મળેલ કે, સને-ર૦૧૪ ના વર્ષમાં વિસનગર તાલુકાના રંડાલા ગામે દેવીપુજક યુવકનુ ખુન થયેલ.જે લગત વિસનગર તાલુકા પો.સ્ટે.ખાતે ફ.ગુ.ર.નં.૧૪૮/૧૪ ઇ.પી.કો.કલમ ૩૦ર વિ.મુજબનો ગુનો દાખલ થયેલ.અને આ ગુનાનો પેરોલ ફરાર આરોપીઃ-ઠાકોર રૂઘનાથજી લીલાજી રહે,રંડાલા, તા.વિસનગરવાળો તેના સાગરીત સાથે મહેસાણા સાઇબાબા મંદિર પાસે આવવાનો છે.જે બાતમી આધારે ઉપરોકત પોલીસ સ્ટાફ સાથે ઉપરોકત સ્થળે વોચ ગોઠવી,આરોપીઃઠાકોર રૂઘનાથજી તથા તેના સાગરીત ગાંધી વિશાલ હિતેન્દ્રકુમાર રહે.મહેસાણા, કસ્બા ને હસ્તગત કરી પુછપરછ કરતા આરોપીઃ- ઠાકોર રૂઘનાથજીએ જણાવેલ કે,પોતાને રંડાલા ગામે દેવીપુજક મનુભાઇના ખુન બાબતે આજીવન કેદની સજા થયેલ. અને સજા દરમ્યાન પોતે ગત તા.૧૧/૦૮/૧૬ ના રોજ પેરોલ ઉપર છુટેલ. ત્યારબાદ સમયસર જેલ ખાતે હાજર રહેલ ન હતા.અને પેરોલ જંપ દરમ્યાન પોતે પોતાના સાગરીત ગાંધી વિશાલ હિતેન્દ્રકુમાર રહે.મહેસાણા,કસ્બાનાઓ સાથે મળી ગઇ તા.૧૮/૦૮/૧૬ ના રોજ ઠાકોર અમરતજી કુવરજી રહે.જગુદણ,તા.જી.મહેસાણાનાઓની રીક્ષા લઇ ત્રણેય જણા ખેડબ્રહ્મા ખાતે ગયેલ અને ત્યાં દારૂ પીવા બાબત તકરાર થતા પોતે તથા ગાંધી વિશાલ બંન્ને જણાએ ભેગા મળી રીક્ષા ચાલક ઠાકોર અમરતજીને મુઢ માર મારી, કપડાથી ગળે ટુંપો આપી ખુન કરી, અમરતજીની લાશ ખેડબ્રહ્મા,રોડ નજીક,કોતરમાં નાખી દઇ તેના ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી,રીક્ષા અંબાજી ખાતે બીનવારસી છોડી દીધેલ. આ અંગે તપાસ કરતા આ મળી આવેલ અજાણી લાશ અંગે ખેડબ્રહ્મા પો.સ્ટે. ખાતે ફ.ગુ.ર.નં.૯૯/૧૬ ઇ.પી.કો.કલમ ૩૦ર વિ.મુજબનો ગુનો દાખલ થયેલ. અને આ લાશ ઠાકોર અમરતજી કુવરજી રહે.જગુદણ વાળા ની હોવાનુ જણાયેલ. વધુ પુછપરછ કરતા આરોપીઃ-ઠાકોર રૂઘનાથજી એ જણાવેલ કે પોતે રંડાલા તા.વિસનગર ખાતે બે કેબલ ચોરી, તથા એક ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીઃ ગાંધી વિશાલ હિતેન્દ્રકુમાર રહે.મહેસાણા, કસ્બા અગાઉ કડી પો.સ્ટે.ના અપહરણ,આર્મ્સ એકટના ગુનામાં પકડાયેલ છે.આમ આ ગુન્હો ડીટેક્ટ કરી મહેસાણા જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|