મહેસાણા-સાફલ્યગાથા-તા.૨૪/૧૦/૨૦૧૬
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીશ્રી ની પ્રશંસનીય કામગીરી બાબત તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીશ્રી એ ગોરાદ ગામે મુખ્ય ભુમીકા ભજવી તેનુ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ જે નીચે મુજબ છે.
ગોરાદ ગામે નવરાત્રીના પર્વ દરમિયાન તારીખ,૦૯/૧૦/૨૦૧૬ ને રવિવાર ના રોજ ચેહર માતાજી ના પ્રસંગ માં રાત્રી દરમિયાન ગામમાં વાતાવરણ તંગ બનવાથી જેના ધેરા પ્રત્યાધાત પડેલ જેથી બીજા દિવસે તા-૧૦/૧૦/૨૦૧૬ ના રોજ આ અનુસંધાને અન્ય ગામના લોકો અને ગામના લોકો ગોરાદ ગામે સામ સામે આવી ગયેલા જેથી ભારેલા અગ્નિ જેવી પરીસ્થિતી ઉભી થવા પામેલ અને ગામનું વાતાવરણ એટલું તંગ થયેલ જેની કોઇ સીમા ન હતી આ સમયે કયા ટાઇમે મોટો વિવાદ થવાની તૈયારી માં હતો
સમય સુચકતા વાપરી મહેસાણા તાલુકા ના બાહોસ અધિકારીશ્રી ને આ અંગેની જાણ કરતાં તાબળ તોળ પોલીસ ના કાફલા સાથે હથિયાર ધારી પોલીસ લઇ ૨ થી ૩ ગાડી લઇ ને રાત્રી દરમ્યાન બંદોબસ્ત માટે આવેલ પો.સ.ઇશ્રી જે.વી.સોલંકી સાહેબ એ જગ્યાનું નિરીક્ષણ કરી તાત્કાલીક નિર્ણય લઇ વિવાદ ટાળવાની પ્રણાલીકા ઉભી કરેલ.
પો.સ.ઇશ્રી એ બંને પાર્ટી ના ઇસમોને પરીસ્થિતી તંગ ના બને તે માટે અલગ પાર્ટી ને મળીને સમજાવેલ ત્યાર બાદ બંને પાર્ટી ને એક સાથે નજીક રાખી નિષ્ઠા પુર્વક ઉમદા કામગીરી કરી બંને પાર્ટી નું સમાધાન કરાવી સુમેળ ભર્યુ વાતાવરણ ઉભુ કરાવેલ જેના કારણે બંને તરફ થી કડવાસ દુર કરી મીઠા મોંહપર આવેલ
આવા જાબાજ અને બાહોસ અધિકારીશ્રી થી પોલીસ ખાતાનું નામ રોસન થવા પામેલ છે. અને ગામે ભંયકર પરીસ્થિતી ઉભી થતી અટકાવી પુને થી સાંત વાતાવરણ બનાવેલ છે. જે થી આવા બાહોશ નીડર અધિકારીશ્રી એ ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|