|
મહેસાણા-સાફલ્યગાથા-તા. ૦૨/૦૧/૨૦૧૭
રીઢા ગુનેગાર પ્રવિણજી ઠાકોર ઉર્ફે ગોગો તથા અન્ય એક ઇસમને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહેસાણા એસ.ઓ.જી. મહેસાણા શહેરમાં મોઢેરા રોડ ઉપર આવેલ સ્ટુડીઓમાં થયેલ ૨,૮૦,૦૦૦/-ની ઘરફોડ ચોરી સહિત કુલ ૨૭ જેટલી ધરફોડ ચોરીની કબુલાત ૩ ડીજીટલ કેમેરા, ૨ એલઇડી ટીવી તથા ૧ ડીવીડી પ્લેયર મળી રૂ.૩,૦૭,૦૦૦/- નો મુદ્દમાલ કબ્જે કરાયો
મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક પેટ્રોલીંગ-નાકાબંધી-વાહનચેકીંગ કરવા તેમજ મિલકત વિરુધ્ધના-ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ મહેસાણા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એસ.ચાવડા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ.શ્રી એસ.એન.પરમાર તથા એ.એસ.આઇ. ઇમ્તીયાજખાન તથા હેડ કોન્સ. કેશરીસિંહ તથા શાહરભાઇ તથા પો.કોન્સ. મહેન્દ્રકુમાર વિ. એસ.ઓ.જી.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે મહેસાણા ટાઉનમાં રામોસણા પુલ નીચે રોડની બાજુમાં વાહનની રાહ જોઇ ઉભેલા બે ઇસમો (૧)ભીમાભાઇ ડ/૦ ભારાભાઇ માધુભાઇ પરમાર (વેડવા દેવીપુજક) ઉ.વ.૪૨ રહે.નાની પાણીયારી, શેત્રુંજી ડેમ તા.પાલીતાણા જી.ભાવનગર તથા (૨) પ્રવિણજી ઉર્ફે ગોગો કાન્તીજી હરીજી ઠાકોર ઉ.વ-૨૮ રહે-નવાપુરા( જુનાઘર ) તા-વડનગર જી.મહેસાણાવાળાઓને એક થેલા તથા એક મોટા પ્લાસ્ટીકના કોથળા સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડી તેઓની પાસેના થેલા તથા કોથળામાં તપાસ કરતાં તેમાંથી (૧) એક પેનાસોનીક મેડ ઇન જાપાન કંપનીનો ફુલ એચ.ડી.૨૮ એમ.એમ.વાઇડ ૨૦.૪ મેઘા ફિકસલ વિડીયો કેમેરો તથા (ર) એક સોની કંપનીનો વિડીયો કેમેરો (૩) એક કેનન કંપનીનો ફોટોગ્રાફી કેમેરો મેડ ઇન તાઇવાન કંપનીનો (૩) એક એલ.ઇ.ડી. ટી.વી. એલ.જી.કંપનીનુ ૩૨ ઇંચનુ (૪) એક બીસ્ટોન કંપનીનુ ૩૨ ઇંચનુ મેક ઇન ઇન્ડીયા બનાવટનુ એલ.ઇ.ડી ટી.વી. તથા (૫) એક ડીવીડી પ્લેયર એમ.પી.ઇ.જી.૪ કંપનીનુ મળી આવેલ જે તમામ ચીજ વસ્તુઓની માલિકી બાબતેના આધાર પુરાવા બીલ વિ.ની માગણી કરતાં તેઓ બન્ને પોતાની પાસે નહી હોવાનુ જણાવતાં તેઓ પાસેથી મળેલ ચીજ વસ્તુઓ ચોરી અગર છળકપટથી લાવેલ હોવાનુ જણાતાં તપાસ અર્થે કબ્જે કરી યુકતિ-પ્રયુકતીથી ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં ઉપરોકત પકડાયેલ ઇસમ પ્રવિણજી ઉર્ફે ગોગો કાન્તીજી હરીજી ઠાકોર ઉ.વ-૨૮ રહે-નવાપુરા( જુનાઘર ) તા-વડનગર જી.મહેસાણાવાળાએ મહેસાણા તેમજ વિસનગર,સિધ્ધપુર,પાટણ વિગેરે સ્થળોએથી નીચે જણાવેલ કુલ ૨૭ જેટલી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે તેમજ ઉપરોકત પકડાયેલ મુદ્દામાલ તેણે કરેલ ચોરીઓ પૈકીનો હોવાની કબુલાત કરેલ હોઇ કાયદેસરની કાર્યવાહી કરી મહેસાણા શહેર બી ડીવીજન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. આમ, મહેસાણા એસ.ઓ.જી.ને મિલકત વિરુધ્ધના (ઘરફોડ ચોરીના) ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં વધુ એક સફળતા મળેલ છે. ઉપરોકત પકડાયેલ આરોપી ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળો હોઇ વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.
|
|