|
સાફલ્યગાથા મહેસાણા તા.૧૧/૦૪/૨૦૧૭
મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકસા શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબધી ચોરીના ગુન્હા શોધી કાઢવા સારૂ અમો પો.સ.ઇ એસ.કે.દેસાઇ વડનગર પો.સ્ટે તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન વડનગર પો.સ્ટે ફ.ર.નં-૨૮/૨૦૧૭ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુન્હાનો તહો- હાલ વડનગર બસ સ્ટેન્ડમાં આવેલ હોઇ જે ખાનગી બાતમી હકીકત આધારે અમો વડનગર બસ સ્ટેન્ડ નજીક જતાં સદરી ઇસમ જણાઇ આવેલ તેને પકડી પો.સ્ટે લાવી પુછપરછ કરતા પોતે પોતાનુ નામ પટેલ જીગ્નેષકુમાર ગાંડાભાઇ ઉ-વર્ષ-૩૦ રહે મલાવ તા.વિજાપુરવાળો હોવાનું જાણાવેલ જે ઇસમે તા.૧૮/૦૩/૨૦૧૭ ના રોજ કહીપુર ગામે થી મોટર સાયકલ નં-જીજે-૨ એઆર ૬૧૧૫ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ ની ચોરી કરી નાસતો ફરતો હોઇ જે ઇસમને ઉપરોક્ત ગુન્હાના કામે આજ રોજ તા.૦૫/૦૪/૨૦૧૭ ના રોજ કલાક ૧૯:૧૫ વાગે વડનગર બસ સ્ટેન્ડ પાસેથી અટક કરી ઉપરોક્ત ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.આમ મહેસાણા જીલ્લા પોલીસ દ્રારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|
|