|
સાફલ્યગાથા
મહેસાણા જિલ્લા પોલીસ દ્ધારા સમાજમાં પ્રોહિબીશન અને જુગારની બદી નેસ્તનાબુદ કરવાના આશયથી અવાર નવાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રેઇડો કરવામાં આવે છે. અને જિલ્લાના તમામ પો.સ્ટે. અમલદારોને આવી બદી સાથે સંકળાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. જે લગત નીચે મુજબ પ્રોહી-જુગારના કેસો કરવામાં આવેલ છે.
(૧) કડી પો.સ્ટે. પ્રોહી. ગુરનં.૩૦૪/૨૦૧૩ ધી પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬-બી, મુજબનો ગુન્હો તા.૩૦/૧૨/૨૦૧૩ ક.૧૮/૦૦ વાગે મોજે કડી થોળ રોડ સીંન્ધવાય માતાના મંદીર પાસે સ્વીફ્ટ ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાન્તની બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીન નંગ- ૬૫૪ કી.રૂ.૧,૨૧,૩૦૦/- નો તથા સ્વીફ્ટ ગાડી કી.રૂ.૫,૦૦૦૦૦/- નો મળી કુલ રૂ.૬,૨૧,૩૦૦/- ના મુદા્માલ સાથે ભરી લઇ જતા પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
(ર) વિસનગર શહેર પો.સ્ટે. સે.૦૧/૨૦૧૪, જુ.ધા.ક.૪,૫ મુજબનો ગુન્હો તા.૦૨/૦૧/૨૦૧૪ ના ક.૧૭/૩૦ મોજે વિસનગર ટાઉન પોયરાના માઢમાં, તા.વિસનગર ખાતે બનેલ પોતાના આર્થીક ફાયદા સારૂ ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમી રમાડી જુગાર સાધન સાહિત્ય તરીકે રોકડ રૂ.૨૬,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૮ કી.રૂ.૪૦૦૦/- તથા ચાર્જર નં-૩ કી.રૂ. ૧૫૦/- તથા એક ટી.વી. કી.રૂ. ૨૦૦૦/- તથા સેટઅપ બોક્ષ કી.રૂ.૨૦૦/- તથા એક ઇલેકટ્રીક બોર્ડ કી.રૂ.૨૦૦/- તથા કેલકયુલેટર કી.રૂ.૫૦/-મળી કુલ કી.રૂ.૩૩૧૦૦/- ના મુદ્દામાલ સાથે (૧) પટેલ રાહુલકુમાર બાબુલાલ રહે. વિસનગર અક્ષરધામ ટાઉનશીપ (૨) પટેલ સંજયકુમાર શાંતીલાલ રહે. વિસનગર શુકન સોસાયટી (૩) પટેલ ગીરીશભાઇ અમરતલાલ રહે. ફતેહ દરવાજા ચોરામાં તા.વિસનગરવાળાઓને તા.૦૨/૧/૨૦૧૪ નારોજ પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|