હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મહેસાણા-સાફલ્‍યગાથા-તા.૦૫/૧૦/૨૦૧૫

 

(૧) વિસનગર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૬૯/૨૦૧૫ ઇપીકો ક.૩૦૨,૩૯૪,૨૦૧,૧૧૪,૧૩૫ મુજબનો ગુન્હો તા.૩૦/૦૯/૨૦૧૫  જાહેર થયેલ આ કામના ખબર આપનાર રબારી આનંદકુમાર જીવરાજભાઇ રહે.વિસનગર,સેન્ટ્રલ પાર્ક સોસાયટી વાળાએ જણાવેલ કે તેમનો ભાઇ નાગજીભાઇ ઉ.વ.૨૨ નાઓ તેઓનું બુલેટ નં.જી.જે.૨.૯૦૯૧ નું લઇને ઓફીસથી ધરે જમવા સારૂ નીકળેલ પરંતુ ધરે પહોચેલ નહી અને તેમનો સંપર્ક કરતા ફોન સ્‍વીચ ઓફ થઇ ગયેલ.અને શોધખોળ કરતા મળી આવેલ ન હોઇ તેમનું મોટર સાઇકલ કૂવાસણા રોડ ઉપર કેનાલ નીજીકના નેળીયામાંથી બિનવારસી મળી આવેલ અને મોબાઇલ,કપડાં સળગી ગયેલ હાલતમાં મળી આવેલાની હકીકત જાહેર થયેલ. આ કામની તપાસ દરમ્યાન તા.૩૦/૦૯/૨૦૧૫ ના રોજ ગુમ થનાર નાગજીભાઇ રબારીનો મૃતદેહ મળી આવેલ.આ ગુનાની તપાસ માટે મહેસાણા જીલ્‍લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા સધન પ્રયત્નો હાથ ધરેલ. જેમાં ગુનાની આજુબાજુની જગ્યાની વિજીટ કરી તપાસ હાથ ધરેલ તેમજ સ્‍થાનિક સોર્સ મારફતે માહીતી મેળવવાનો પ્રયત્ન કરેલ દરમ્યાન આજરોજ એલ.સી.બી ને ચોક્કસ રાહે બાતમી મળેલ કે આ કામના આરોપી રૂતુલ જાગેશભાઇ પટેલ રહે. કડા દરવાજા,ખજુરી મહોલ્લો,વિસનગર વાળો આ કામે મરણ જનાર રબારી નાગજીભાઇ જીવરામભાઇ નજીકનો મિત્ર હતો અને નાગજીભાઇનું રૂતુલ પટેલે ખુન કરી નાખેલ છે. રૂતુલ પટેલે નાગજી રબારી પાસે થી સોનાની ચેઇન રૂ.૫૦૦૦૦/- ની ચેઇન પહેરવા સારૂ લીધેલી અને પ્રસંગ પુરો થતા નાગજી આ ચેઇનની આવાર નવાર ઉધરાણી કરતો હતો પરંતુ રૂતુલને જુગાર રમવામાં દેવું થઇ ગયેલ હોઇ આ સોનાની ચેઇન સોનીને રૂ.૫૦૦૦૦/-માં વેચી નાખેલ જેથી નાગજીને ચેઇન આપી શકાયેલ નહી અને આ ચેઇન સબંધે નાગજી પોતાની પાસે અવાર નવાર કડક હાથે ઉધરાણી કરતો હોઇ નહી આપે તો તારા ધરે જાણ કરી દઇશ તેવી વાત કરતા રૂતુલે નાગજીનું કાળસ કાઢી નાખવાનો પ્‍લાન બનાવેલ અને તા.૨૯/૦૯/૧૫ ના રોજ આ પ્‍લાનને અંજામ આપવા સારૂ વિસનગર બજારમાંથી એક હથોડો તેમજ પેટ્રોલપંપમાંથી એક બોટલમાં પેટ્રોલ લઇ પૂર્વ અયોજીત પ્‍લાન મુજબ નાગજીને કહેલ કે મારા પિતા ખેતરમાં ગયા છે અને ચેઇન તેઓની પાસે છે.આપણે ખેતરમાં જઇને લઇ આવીએ તેમ કહી મરણ જનારને કૂવાસણા રોડ ઉપર નેળીયામાં લઇ જઇ નાગજી બુલેટ મોટરસાઇકલ ઉપર બેસેલ હતો તે જ વખતે માથાના પાછળના ભાગે હથોડાથી ઇજાઓ કરી. તેમજ ચાકુથી શરીરના ભાગે ઇજાઓ કરી પોતાની પાસેનું પેટ્રોલ છાંટી સળગાવી નાંખી મોત નિપજાવેલ અને આ ગુનો કર્યા પછી તેની હાજરી છુપાવવા સારૂ પોતાના મિત્રો સાથે મહેસાણા પીક્ચર જોવા સારૂ ગયેલાની હકીકત જણાવેલ

આમ ગણતરીના કલાકોમાં આ અનડીટેક્ટ મર્ડર/લૂંટનો ચકચારી કેસનો ભેદ ઉકેલી ગુનાનો પર્દાફાસ કરી મહેસાણા જીલ્‍લા પોલીસ પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-10-2015