|
પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.
-
જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓની કેટેગરી મુજબની સુરક્ષાવ્યવસ્થા જાળવવામાં આવે છે.
-
જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા
અને ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધરણા, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
|
|
|