કલ્યાકારી પ્રવૃતિ જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિદ્ધિઓની વિગત: તા.૨૨/૦૭/૨૦૧૨
(૧) જિલ્લા પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલા અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ. ૧૦,૦૦૦/-નું ચુકવણું તત્કાલ મરહૂમની વિધવા/બાળકોને ચૂકવવામાં આવે છે.
(૨) જિલ્લા મથકે બાર્બર, ધોબી તથા મોચી માટે આધુનિક સુવિધા સાથેના સુસજ્જ ફર્નિચર સાથેના નવીન મકાન બનાવામાં આવેલ છે.
(૩) પોલીસ અધિકારી/કર્મચારીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળો ચા-પાણી, નાસ્તો મળી રહે તે માટે મુખ્ય મથક ખાતે પોલીસ કેન્ટીનનું આધુનિક સુવિધા તથા અદ્યતન ફર્નિચર સાથેની કેન્ટીનનું મકાન બનાવવામાં આવેલ છે.
(૪) પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક આધુનિક સુવિધા સાથેનું બાળક્રીડાંગણ પોલીસ લાઇનમાં બનાવવામાં આવેલ છે.
(૫) પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે પોલીસ લાઇનની વચ્ચે અનાજ દળવાની ઘંટી ચાલુ કરવામાં આવેલ છે. જેના કારણે પોલીસ અધિકારી/કર્મચારીઓનાં કુટુંબને લાઇનની બહાર દૂરના સ્થળે અનાજ દળાવવા જવાની મુશ્કેલી દૂર થઇ છે.
(૬) નવા પોલીસ કોમ્યુનિટી હોલમાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે રહેવાની અદ્યતન વ્યવસ્થા સાથે ગેસ્ટ હાઉસ શરૂ કરવામાં આવેલ છે.
(૭) પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકોના લગ્નપ્રસંગે ફક્ત રૂ. ૨૦૦૦/-ના સામાન્ય ભાડાથી તથા અન્ય પબ્લિકના માણસોના લગ્નપ્રસંગે રૂ. ૬૦૦૦/-ના ભાડાથી કોમ્યુનિટી હોલ ભાડે આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેમાં સુશોભિત ચોરી, ફુવારા, સોફા વગેરે સગવડ ઊભી કરવામાં આવી છે.
(૮) પોલીસ હેડ ક્વાર્ટર મહેસાણાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં ફેમિલી તથા બાળકો માટે વેલ્ફેર અંતર્ગત સીવણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિનામૂલ્યે સીવણના વર્ગો શરૂ કરવામાં આવેલ છે.
(૯) પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકો માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વેલફેર અંતર્ગત બાલમંદિર શરૂ કરવામાં આવેલ છે.
(૧૦) પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રમતગમતને પ્રોત્સાહન આપવા, સર્વ કાર્યસિદ્ધિ સંકુલ લોકસહાયથી બનાવવામાં આવેલ છે.
(૧૧) પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના અધિકારી/કર્મચારીઓ પોતાની શારીરિક તંદુરસ્તીની સુધારણા માટે યોગ કરવા માટે એક ઘ્યાન કેન્દ્ર લોકસહાયથી બનાવવામાં આવેલ છે.
(૧૨) પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરી ગરબા હરીફાઈ રાખવામાં આવેલ.
(૧૩) શરદ પૂનમના દિવસે પરેડ ગ્રાઉન્ડ ઉપર પોલીસ અધિકારી/કર્મચારીઓનાં ફેમિલી તથા બાળકો તેમ જ મહેસાણા શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ સાથે ગરબા હરીફાઈ રાખી વિજેતાઓને ઇનામ વિતરણ તથા તેઓનું સન્માન કરી શરદ પર્વની ઉજવણી કરવામાં આવેલ.
(૧૪) મહેસાણા જીલ્લા પોલીસ દળના કર્મચારીઓ દ્વારા દર વર્ષે એક દિવસનો બેઝીક પગાર કપાત કરાવી જીલ્લા મરણોત્તર ફંડ ઉભું કરવામાં આવેલ છે. આ ફંડ માંથી અવસાન પામનાર કર્મચારીઓની વિધવા પત્નિ કે વારસદારને તાત્કાલીક રૂ.૫૦,૦૦૦/- ચૂકવવામાં આવે છે.
(૧૫) પોલીસ હેડ કર્વાટર ખાતે બાલક્રિડાગણ તથા તેમાં ફુવારો બનાવવામાં આવેલ છે. તેમાં વિવિધ પ્રકારની રાઇડઝ તથા જોલા આવેલ છે.
(૧૬) પોલીસ હેડ કર્વાટર ખાતે માન.સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આધુનિક જીમ્નેશીયમ બનાવવામાં આવેલ છે. તેમાં તમામ પ્રકારના આધુનિક કશરતના સાધનો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ મહેસાણાના નાગરીકો તથા પોલીસ કર્મચારીઓ કરે છે.
(૧૭) પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ક્રેડીટ સોસાયટી દ્વારા રક્ષા શક્તિ સુપર માર્કેટ મોલ ચલાવવામાં આવે છે. જેમાં વ્યાજબી ભાવે ગુણવત્તા સભર ચીજવસ્તુઓનુ વેચાણ કરવામાં આવે છે.
|