|
સ્પોટર્સ એક્ટિવિટી:- તા.૧૩/૦૭/૨૦૧૨
(૧) એથ્લેટીક્સમાં રેન્જ કક્ષાનું ચાલુ સાલે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉર્તીર્ણ નં.૧, ૨, ૩ ને વ્યક્તિગત સીલ્ડ એનાયત કરવામાં આવેલ હતા.

(ર) રેન્જ કક્ષાએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અત્રેના જીલ્લેથી રેન્જ કક્ષાએ રમવા માટે ભાગ લીધેલ છે.

(૩) પોલીસની ફરજ સિવાયના સમયમાં પોલીસ કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તેમ જ માનસિક તણાવમાંથી મુક્તિ મળી રહે તે હેતુથી અત્રેના જિલ્લા ખાતે રમતગમતનું આયોજન કરવામાં આવે છે તેમ જ આવી રમતગમતના આયોજનથી ખેલદિલીની ભાવનાના ગુણોનો વિકાસ તેમ જ પોલીસ પ્રજા વચ્ચેના સંબંધો સુમેળભર્યા અને સરળ બનાવવાનો ઉદ્દેશ્ય છે.
મહેસાણા જિલ્લા પોલીસનું રમતગમતમાં સ્થાન:-
ડિસેમ્બર-ર૦૦પમાં રેન્જ કક્ષાની વોલીબોલ, કબડ્ડી, એથ્લેટિક્સ અને રસ્સાખેંચ સ્પર્ધાઓનું મે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવેલ. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ તમામ સ્પર્ધાઓમાં અગ્રસ્થાને રહી ચેમ્પિયનશિપ મેળવેલ છે તેમ જ કબડ્ડી સ્પર્ધાનું ખૂબ જ સુંદર રીતે અત્રેના જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ.
- અત્રેના જિલ્લા ખાતે સ્વ.કે.સી.પટેલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું પ-૩-૦૬થી ૯-૪-૦૬ દરમિયાન આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.
- ડી. જી. પી. ક્રિકેટ ટૂર્નામેન્ટ ગાંધીનગર રેન્જમાં મહેસાણા જિલ્લાના આઠ ખેલાડી સિલેક્ટ થયા હતા.
- ડી. જી. પી. ક્રિકેટ ટૂર્નામેન્ટ ઝોન વિભાગમાં અત્રેના જિલ્લાના અ.પો.કો. ઈરફાન મીર સિલેક્ટ થઈ ઓલ ગુજરાત વતી ટીમમાં રમવા ગયેલા હતા.
- ડી. જી. પી. હેન્ડબોલ ટૂર્નામેન્ટ નડિયાદ ખાતે રમાયેલ. તેમાં ગાંધીનગર રેન્જની ટીમમાં મહેસાણા જિલ્લાના છ ખેલાડીઓ સિલેક્ટ થયા હતા
- ડી. જી. પી. કપ બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટમાં ગાંધીનગર રેન્જની ટીમમાં અત્રેના મહેસાણા જિલ્લાના ચાર ખેલાડી સિલેક્ટ થયેલ છે.
- ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ કપ ટૂર્નામેન્ટમાં અત્રેના જિલ્લાની પોલીસ ટીમ ભાગ લઈ સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી.
- નોર્થ ગુજરાત ઓપન બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં અત્રેના જિલ્લાના અ.પો.કો. ઈરફાન મીર સિંગલ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બન્યા હતા.

|
|