હું શોધું છું

હોમ  |

મ્‍યુઝિક બેન્‍ડ
Rating :  Star Star Star Star Star   

બેન્ડ વિભાગ :-

મહેસાણા પોલીસ બેન્ડ એ રાજ્યના શ્રેષ્ઠ પોલીસ બેન્ડ પૈકી એક છે. પરેડ, કસરતો, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક પ્રસંગો, લગ્ન, શાળા-કોલેજના મહોત્સવો અને રમતગમતનાં આયોજનો અનુરૂપ શ્રેષ્ઠ ધૂનો રજૂ કરવાનો કૌશલ્ય ધરાવતું આ પોલીસ બેન્ડ ફરજમાં રોકાયેલ ન હોય તો આમ જનતા માટે ભાડાથી ઉપલબ્ધ થઈ શકે છે.

મહેસાણા પોલીસ બેન્ડના મહેકમ ડ્રેસ અને ઉપલબ્ધ વાદ્યોની વિગત નીચે મુજબ છે.

  બેન્ડ મેજર હે.કો. પો.કો. બ્યુગલર
મંજૂર મહેકમ ૧૩
હાજર મહેકમ

વાદ્યો:

બિફલેટ, ક્લેરોનેટ, બિફલેટ ટ્રમપીટ, બિબિકોર્નેટ, ટ્રમ્બોન, ઈફોમિર્યમ, બેરિટોન, સેક્સોફોન, સાઇડ ડ્રમ, બેઇઝ ડ્રમ, સિમ્બોલ, મોરિક્સ, સર્કલ બેઝ

ડ્રેસ:

વી. વી. આઇ. પી. ગરમ લાલ ડ્રેસ: માત્ર પરેડ અને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે
સ્કાય બ્લૂ -ઓક્સફર્ડ બ્લૂ ડ્રેસ
સફેદ આકર્ષક ડ્રેસ

પોલીસ પરિવારનાં બાળકો અભ્યાસ સાથે સંગીતનું જ્ઞાન મેળવી પોતાના અભ્યાસના ખર્ચ માટે પગભર થઈ શકે તે હેતુથી પોલીસ હેડ ક્વાર્ટર્સ મહેસાણા ખાતે બોઇઝ બેન્ડ શરૂ કરવામાં આવેલ છે. સને ર૦૦૬ના અંત સુધીમાં ૧પથી વધુ બાળકોની સંખ્યા સાથેનું બોઇઝ બેન્ડ અદ્યતન વાદ્યો સાથે પોલીસ બેન્ડ જેટલા જ કૌશલ્ય સાથે તૈયાર થશે અને પોલીસ બેન્ડની મહેકમ ઘટની પૂર્તતા ઉપરાંત સ્વતંત્ર રીતે કાર્યક્રમો માટે ઉપલબ્ધ રહેશે. બેન્ડ વિભાગમાંથી નીચે પ્રમાણેની સેવાઓ મળી શકશે.

(૧) અંગત પ્રસંગે પોલીસ બેન્ડ ભાડે મેળવવાની કાર્યવિધિ અને નિયમો:

  • અરજદારે પ્રસંગથી ઓછામાં ઓછા ૪૮ કલાક પૂર્વે અરજી નમૂના કરી પોલીસ અધીક્ષકશ્રી મહેસાણાની મંજૂરી મેળવી કચેરીમાં બેન્ડ ભાડાની વાહન ચાર્જ સાથેની પૂરી રકમ જમા કરાવવાની રહેશે.

  • બેન્ડની ગુણવત્તા જોવા માટે અરજદાર સોમવાર અને શુક્રવારની પરેડમાં આર.એસ.આઇ.ની મંજૂરી સાથે નિદર્શન જોઈ શકશે.

  • એપ્રિલ ર૦૦૬થી બેન્ડ માટેના દર નીચે મુજબ રહેશે.

  પ્રથમ કલાકના ચાર્જ
(ડ્રેસ ચાર્જ સાથે)
માર્ચિંગ ચાર્જ વધારાના કલાકના
ચાર્જ
(૧) પોલીસ બેન્ડ ૨૫૦૦ ૫૦૦ ૧૦૦૦
(ર) લાઇન બેન્ડ ૨૦૦૦  - ૧૦૦૦
(3) બંને સંયુક્ત ૪૦૦૦ ૫૦૦ ૨૦૦૦
  • બેન્ડ એક કલાકથી ઓછા સમય માટે રાખવામાં આવશે તો પણ લઘુતમ ચાર્જ તરીકે એક કલાકનો ચાર્જ ગણવામાં આવશે.

  • પોલીસ બેન્ડની માગણીઓ પૈકી ગુજરાત રાજ્યમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવશે. ત્યાર બાદ અન્યની માગણીઓ અંગે વિચારણા કરવામાં આવશે, પરંતુ પ્રથમથી જ બેન્ડ એન્ગેજ થઈ ગયેલ હશે તો આ નિયમથી પ્રેફરન્સમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં તે કેન્સલ કરી શકાશે નહીં.

  • ગુજરાત રાજ્ય પોલીસ ખાતામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને બેન્ડનો પ૦% ચાર્જ ભરવાનો રહેશે.

  • મોટર ભાડાનો કિ.મી.પ્રમાણે થતો ચાર્જ કે મહેસાણા ટાઉનનો નક્કી કરેલ દર ''૦૦પપ પોલીસ'' સદર હેઠળ જમા કરાવવાનો રહેશે.

  • અનિવાર્ય સંજોગોમાં બેન્ડ ભાડે આપવાનો થયેલ હુકમ કોઈ પણ નોટિસ વગર ગમે તે સમયે રદ કરવાનો હક્ક પોલીસ વડા મહેસાણાને અબાધિત રહેશે. જે અંગે અરજદારનો કોઈ હક્ક દાવો ચાલશે નહીં.

  • એક વખત બેન્ડ માટે ઓર્ડર લીધા પછી અરજદાર તરફથી તે રદ કરવા અંગે દિન સાત પહેલાં કોઈ સચોટ કારણો સાથે આ કચેરીએ જાણ કરવાની રહેશે અન્યથા બેન્ડ પેટે જમા કરાવેલી રકમ જપ્ત કરી બેન્ડ ફંડ ખાતે જમા કરવામાં આવશે.

  • પોલીસ બેન્ડ ક. ર3:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન ભાડે આપી શકાશે નહીં.

() શાળા/કોલેજના વિદ્યાર્થીઓને બેન્ડ તાલીમ આપવા માટે બેન્ડના ઇન્સ્ટ્રક્ટર અન્ય કામગીરીમાં રોકાયેલ ન હોય તો ફાળવવામાં આવશે, પરંતુ આ તાલીમ માટે તમામ ઉપકરણો/વાદ્યો જે તે સંસ્થાએ વસાવવાનાં રહેશે અને તાલીમના ચાર કલાક માટે એક દિવસની ગણતરી સાથે પ્રશિક્ષકના હોદ્દાને ઘ્યાને લઈ તે માટે નક્કી થયેલ દરે જે તે સંસ્થાએ નાણાં ચૂકવવાનાં રહેશે. આ માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા આ માટે પોલીસ અધીક્ષક મહેસાણાને અરજી નમૂના માં અરજી કરવાની રહેશે. જેને યોગ્ય જણાશે તો ઇન્સ્ટ્રક્ટર ફાળવવામાં આવશે.

(3) સરકારશ્રીના આદેશ મુજબ પ્રવાસન વર્ષ દરમિયાન અગત્યનાં ફરવાનાં સ્થળો, મેળાવડા, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ રજા દિવસે કે આ સ્થળે ભીડના દિવસે લોકોના મનોરંજન માટે તેમ જ પોલીસની જનમાનસ પર મૈત્રીપૂર્ણ પ્રતિભાવ ઉપસાવવા માટે ચાર્જ લીધા વિના પોલીસ બેન્ડ વગાડવામાં આવશે. આ માટે સૂચન હોય તો અરજી નમૂના માં પોલીસ અધીક્ષકશ્રીના ઘ્યાને મૂકી શકો છો.

મહેસાણા જિલ્લા પોલીસ બેન્ડની માગણી અંગેનું અરજી ફોર્મ

અરજદારનું નામ :-

રહેઠાણ                 :-

સંપર્ક નંબર         :-

પ્રતિ,
પોલીસ અધીક્ષકશ્રી,
મહેસાણા.

વિષય :- અંગત પ્રસંગે પોલીસ બેન્ડ મેળવવા અંગે


જય ભારત સહ મારે અંગત પ્રસંગે પોલીસ બેન્ડની જરૂરિયાત હોઈ નીચે મુજબના સ્થળે અને વિગતે પોલીસ બેન્ડ આપવા વિનંતી છે. પોલીસ બેન્ડના ચાર્જ અને અન્ય પ્રવર્તમાન નિયમોથી અમો વાકેફ છીએ અને તે અમોને બંધનકર્તા રહેશે.

(૧)  નામ :-  
(ર) પોલીસ બેન્ડની માગણીનું કારણ :-  
(૩) પોલીસ બેન્ડ મોકલવાની તારીખ અને સમય :-  
() પોલીસ બેન્ડ મોકલવાનું સરનામું :-  
(પ) પોલીસ બેન્ડ દ્વારા માર્ચિંગ કરવાનું છે કે કેમ ? :- હા / ના
() હેડ ક્વાર્ટર મહેસાણાથી પોલીસ બેન્ડના સ્થળનું અંતર :(અંદાજિત કિ.મી.) :-  
() ગુજરાત રાજ્ય પોલીસ ખાતામાં ફરજ બજાવે છે કે કેમ? અને જો હા તો કચેરીનો દાખલો રજૂ કરવો. :- હા / ના

મહેસાણા જિલ્લા પોલીસ બેન્ડની વિનામૂલ્યે માગણી અંગેનું અરજી ફોર્મ

અરજદારનું નામ :-

રહેઠાણ                 :-

સંપર્ક નંબર         :-

પ્રતિ,
પોલીસ અધીક્ષકશ્રી,
મહેસાણા.

વિષય :- સરકારી તેમ જ જાહેર પ્રસંગોએ પોલીસ બેન્ડ મળવા અંગે

જય ભારત સહ વિનંતી કે સરકારી/જાહેર જનતાના પ્રસંગો માટે વિનામૂલ્યે પોલીસ બેન્ડની જરૂરિયાત હોઈ નીચે મુજબના સ્થળે અને વિગતે પોલીસ બેન્ડ આપવા વિનંતી છે.

(૧)  નામ :-  
(ર) પોલીસ બેન્ડની માગણીનું કારણ :-  
(3) પોલીસ બેન્ડ મોકલવાની તારીખ અને સમય :-  
() પોલીસ બેન્ડ મોકલવાનું સરનામું :-  
(પ) પોલીસ બેન્ડ દ્વારા માર્ચિંગ કરવાનું છે કે કેમ ? :- હા/ના
() હેડ ક્વાર્ટર મહેસાણાથી પોલીસ બેન્ડના સ્થળનું અંતર :(અંદાજિત કિ.મી.) :-  
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 03-05-2006