અધિક જિલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણા દ્ધારા મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ જાહેરનામું.
નંબર :- જેલ/વશી/ર૧૮૫ થી ૨૨૧પ-ર૦૦૧
જિલ્લા મેંજીસ્ટ્રેટ કચેરી, મહેસાણા
તા.૧૯/૧/ર૦૦ર
જાહેરનામું
મહેસાણા જીલ્લાના શહેર વિસ્તારોમાં રીક્ષાઓનું પ્રમણ વધારે છે. આ રીક્ષાઓમાં જાહેર જનતા મુસાફરી કરે છે. શહેર વિસ્તારમાં ટ્રાફીકનું પ્રમાણ ધણું વધારે હૉય છે. આ વિસ્તારોમાં ફકત રીક્ષાઓને ટ્રાફીકના નિયમોનું પાલન કરવાનુ રહે છે. શહેર વિસ્તરમાં ફરતે રીક્ષાઓમાં તેમના માલીકો તથા ચાલકો દ્ધારા ટેપ , રેકોર્ડર ગૉઠવી વગાડવામાં આવતું હૉય છે જેનાથી રીક્ષા ચાલક ટ્રાફીક વખતે એકાગ્ર ઘ્યાને રીક્ષા ચલાવી શકતા નથી. તેમનો ભંગ થવાથી ધણીવાર ગમખ્વાર અકસ્માતૉ થવાનો ભય રહે છે. જેથી પ્રવૃતિ ઉપર જાહેર જનતા અને રીક્ષામાં મુસાફરી કરનાર મંસાફરીની સલામતીના કારણસર પ્રતિબંધ મુકવૉ વ્યાજબી જણાય છે.
આ અર્થે પોલીસ અધિક્ષકશ્રી મહેસાણા દ્ધારા પણ તેઓશ્રીના તા.૨૦/૧૨/૦૧ના પત્ર ક્રમાંક: ૧૬૯/ આર/ મેજી./ ૧૭૯૩/ ર૦૦૧/ ૩૬પ૧૮થી આવા પ્રતિબંધની હીમાયત કરવામાં આવેલ છે.
ઉકત વિગતે હું આઈ.જી. પરીખ, જી.એ.એસ., અધિક જીલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણા, મુંબઈ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૩૮(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છુ કે :-
મહેસાણા જીલ્લાના શહેર વિસ્તરોમાં પેસેન્જરોની હેરફેર કરતી ઓટો રીક્ષાઓના માલીક / ચાલકોએ ઓટો રીક્ષામાં ટેપ લગાડવું નહી કે તે દ્ધારા અવાજનું પ્રદુષણ ફેલાવવું નહી. ઓટો રીક્ષામાં ટેપરેકોર્ડર બેસાડી તે વગાડવા ઉપર હું પ્રતિબંધ ફરમાવું છું.
આ આદેશનો ભંગ કરના અગર તેમ કરવામાં મદૃદૃગારી કરનાર ઈસમ મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૬ તેમજ કલમ ૧૪૯ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
આજ તા. ૩૧ મી ડિસેમ્બર ૨૦૦૧માં રોજ મારી સહી તથા કોર્ટના સિકકા સાથે જાહેરનામું બહાર પાડયું.
સહી/-
(આઈ.જી.પરીખ)
અધિક જીલ્લા મેંજીસ્ટ્રેટ
મહેસાણા.
નકલ સવિનય રવાના :-
(૧) પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા તરફ જાણ-વ-અમલ સારું.
(ર) સબ ડીવીઝનલ મેંજીસ્ટ્રેટશ્રી, મહેસાણા / વિસનગર તરફ જાણ સારું.
(3) મેં. સેસન્સ જજ સાહેબ, મહેસાણા તરફ જાણ સરું વિનંતી સહ.
નકલ જય ભારત સહ રવાના :-
(૧) પોલીસ ઈન્સ્પેકટરશ્રી ..............................................( તમામ) તરફ.
જાણ-વ-અમલ સારું તેમજ જાહેર પ્રસિઘ્ધ સારું
(૨) એંકઝીકયુટીવ મેંજીસ્ટેટશ્રી..........................................(તમામ) તરફ.
જાણ-વ-અમલ સારું તેમજ જાહેર પ્રસિઘ્ધ સારું
(૩) સહાયક માહિતી નિયામકશ્રી, મહેસાણા તરફ જાણ-વ-સ્થાનિક અખબારોમાં વિનામુલ્યે પ્રસિઘ્ધ કરવા સારું
(૪) મેનેજરશ્રી, સરકારી મઘ્યસ્થ પ્રેસ વડોદરા તરફ આગામી ગેઝેટમાં પ્રસિઘ્ધ કરવા સારું
(૫) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, મહેસણા તરફ જાણ-વ-અમલ સારું
રવાના કર્યું તા. ૨૧/૧/ર૦૦ર
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
મહેસાણા,વતી
|