હું શોધું છું

હોમ  |

પીઓએલ/વશી/પપ/ર00ર, તા.૨૪/૧/૨૦૦૨
Rating :  Star Star Star Star Star   

જિલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણા દ્ધારા જાહેરનામું.

જાહેર ક્રમાંક :- પીઓએલ/વશી/પપ/ર00ર

જિલ્લા મેંજીસ્ટ્રેટ કચેરી, મહેસાણા

તા.૨૪/૧/૨૦૦૨

જાહેરનામું

આ કચેરીના તા.૯/૨/૯૯ના જાહેરનામા ક્રમાંક: પીઓએલ/૩૧૦/૯૯થી મહેસાણા શહેરમાં મેધરજ બિલ્ડીંગ સામે લાયબ્રેરી અને તોરણવાળી માતાના મંદિરના દરવાજા વચ્ચેની જગ્યામાં (દસ) ૧૦ રીક્ષાઓનું સ્ટેન્ડ આપવામાં આવેલ હતું.

આ લાયબ્રેરીમાં અવર જવર કરતાં વાચકો તથા તોરણવાળી માતાજીના મંદીરમાં આવતા દર્શનાથિર્ઓને અગવડ ઉભી થતાં નગરપાલીકાએ આ રીક્ષા સ્ટેન્ડ અન્ય તબદીલ કરવા રજુઆત કરતાં આ બાબતે પોલીસ અધિક્ષકશ્રી મહેસાણાનો અહેવાલ મેળવતાં પોલીસ અધિક્ષકશ્રીએ આ રીક્ષા સ્ટેન્ડ અન્ય તબદૃીલ કરવા સુચવતાં તેઓશ્રીની દરખાસ્ત અનુસાર સદર રીક્ષા સ્ટેન્ડ તબદીલ કરી તોરણવાળી માતાના ચૉકમાં બેંન્ક ઓફ બરોડા આગળ સ્કુટર પાકીગ છે તે સ્થળે રીક્ષા પાર્ક કરવા અને સદર લાયબ્રેરી આગળનું (દસ) ૧0 રીક્ષા સ્ટેન્ડ રદ કરવા આથી સુધારા હુકમ કરવામાં આવે છે.

હવેથી લાયબ્રેરી આગનું ૧0(દસ) રીક્ષાઓનું સ્ટેન્ડ તબદૃીલ કરી, તોરણવાળી માતાના ચૉકમાં બેંન્ક ઓફ બરોડા આગળ સ્કુટર પાર્કિંગ છે. તે જગ્યાએ નકકી કરવામાં આવે છે અને બેંન્ક ઓફ બરોડા આગળ જે સ્કુટર પાર્કિંગ છે તે લાયબ્રેરી આગળ પાર્ક કરવા નકકી કરવામાં આવે છે.

ઉકત ફેરફાર મુંબઈ પોલીસ અધિનિયમ-૧9પ૧ ની કલમ-33 ની પેટાકલમ -૧ ની કલમ (સી) થી મળેલ અધિકારોની રૂએ જાહેર કરવામાં આવેલ છે.

આજ તારીખ : ર૪ મી માહે: જાન્યુઆરી-ર૦૦ર ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કર્યા.

મેં. જિલ્લ્લા મેંજી. શ્રીની આજ્ઞાનુસાર

સહી/- (આઈ.જી.પરીખ)

અધિક જિલ્લા મેંજીસ્ટ્રેટ,

મહેસાણા.

નકલ સવિનય રવાના :-

(૧)    પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા તરફ.

ર/- જાણ-વ-અમલ સારું.

(ર)    મામલતદારશ્રી , મહેસાણા તરફ

(૩)    પોલીસ ઈન્સ્પેકટરશ્રી , મહેસાણા શહેર તરફ.

(૪)    ચીફ ઓફીસરશ્રી, નગરપાલીકા, મહેસાણા

ર/- જાણ સારું

(પ)    મંત્રીશ્રી, છ.પી. પુસ્તકાલય, મહેસાણા તરફ

ર/- જાણ-વ-અમલ સારું

(૬)    સહાયક માહિતી નિયામકશ્રી, મહેસાણા તરફ.

ર/- દૈનિકપત્રોમાં વિના મુલ્યે પ્રસિઘ્ધ થવા સારું .

રવાના કર્યું. તા.૨૦/૧/ર૦૦ર.

અધિક જિલ્લા મેંજીસ્ટ્રેટ,

મહેસાણા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-05-2006