હું શોધું છું

હોમ  |

જેલ/પોલ/વશી/૩૯૪થી ૪૦૮/ર૦૦૬, તા.૧૩/ર/ર૦૦૬
Rating :  Star Star Star Star Star   

મોટર વ્હીકલ એકટ-૧૯૮૧ ની કલમ ૧૧ર તથા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ-૧૮૪ હેઠળ જીલ્લા મેંજીસ્ટ્રેટશ્રી, મહેસાણા દ્ધારા જાહેરનામું.
 

નંબર:જેલ/પોલ/વશી/૩૯૪થી ૪૦૮/ર૦૦૬

જિલ્લા મેંજીસ્ટ્રેટની કચેરી, મહેસાણા

તા. ૧૩/ર/ર૦૦૬
 

જાહેરનામું

મહેસાણા જીલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે (ધોરીમાર્ગ) ઉપરથી પસાર થતા વાહનો દ્ધારા અકસ્મતો ન સર્જાય અને વાહન ચાલકો તેમજ પ્રજાના જાનમાલનું હાની પહોંચે નહી તે આશયથી આવા ધોરીમાગોર્ ઉપર ચાલતાં યાંત્રિક વાહનોની ઝડપ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર હૉઈ પોલીસ અધિક્ષકશ્રી મહેસાણાએ તા.૧/ર/૦૬ ના પત્રથી જાહેરનામું પાડવા અત્રે દરખાસ્ત કરેલ છે.

વાસ્તે, હું મનીષ ભારદ્ધાજ, આઈ.એ.એસ. , જિલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણા મોટર વ્હીકલ એકટની કલમ -૧૯૮૧ ની કલમ-૧૧ર તથા ગુજરાત મોટર વ્હીકલ એકટ રૂલ્સ-૧૮૪ થી મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, અત્રેના જીલ્લાના સ્ટેટ હાઈવે (ધોરીમાર્ગ) ઉપરથી પસાર થતાં વાહનો દ્ધારા અકસ્માત ન સર્જાય અને વાહનચાલકો તેમજ પ્રજાના જાનમાલને હાની પહોંચે નહી તે માટે નીચે જણાવેલ વિસ્તાર માટે વાહનોની ગતિ પ્રતિકલાક - ૧૦ કિ.મી. થી ૪પ કિ.મી. ની મર્યાદૃામાં રાખવાની રહેશે.

(૧)   પાલવાસણા ચોકડીથી રામોસણા ચોકડી (સર્કલ) સુધીનો સ્ટેટ હાઈવેનો વિસ્તાર.

(ર)   વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તરમાં હૉટલ બંસરીથી આનંદપુરા ચોકડી સુધીનો સ્ટેટ હાઈવે વિસ્તાર.

(૩)   વિસનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણા, વિસનગર, ચાર રસ્તાથી હૉટલ કિનારા સુધીનો સ્ટેટ હાઈવેનો વિસ્તાર આ આદેશ સરકારી વાહનોને લાગુ પડશે નહી.

આજ તારીખ : ૧૩/ર/૦૬ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરી આપ્યો.

 

સહી/- (મનીષ ભારદ્ધાજ)

જિલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણા

નકલ સવિનય રવાના :-

(૧) મેં. પોલીસ અધિક્ષકશ્રી , મહેસાણા તરફ

ર/- આ અંગેના જરૂરી બોર્ડ જે તે સ્થળે પ્રદર્શિત કરાવવા સારું

(ર) સબ ડીવીઝનલ મેંજીસ્ટ્રેટશ્રી, મહેસાણા / વિસનગર તરફ.

(૩) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિ.શ્રી મહેસાણા તરફ.

(૪) વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. મહેસાણા તરફ.

(પ) એંકઝીકયુટીવ મેંજીસ્ટ્રેટશ્રી મહએસાણા , વિસનગર, વિજાપુર તરફ

(૬) ડેપો મેનેજરશ્રી વિજાપુર, વિસનગર, મહેસાણા તરફ.

(7) પોલીસ ઈન્સ્પેકટરશ્રી વિસનગર, વિજાપુર, મહેસાણા શહેર, મહેસાણા તા. પો.સ્ટે. તરફ.

(૮) પ્રમુખશ્રી, નગરપાલીકા, મહેસાણા, વિસનગર, વિજાપુર તરફ.

ર/- પ્રસિઘ્ધી કરી રીપોર્ટ કરવા સારું .

(૯) વ્યવસ્થાપકશ્રી સહકારી મઘ્યસ્થ પે્રસ, વડોદરા તરફ.

ર/- એકસ્ટ્રા ઑડીર્નરી ગેઝેટમાં વિના મુલ્યે તાત્કાલીક પ્રસિઘ્ધ કરવા સારું

(૧૦) ના.કા.ઈ.શ્રી રાજય માર્ગ યોજના, પેટા વિભાગ મહેસાણા તરફ.

(૧૧) નાયબ માહિતી નિયામકશ્રી મહેસાણા તરફ.

ર/- દૈનિક વર્તમાનપત્રમાં વિનામુલ્યે પ્રસિઘ્ધ કરવા સારું.

(૧ર) આચાર્યશ્રી, આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ, નાગલપુર તરફ જાણ સારું.

(૧૩) અગ્રસચીવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર તરફ જાણ સારું.

(૧૪) સચિવશ્રી બંદરો અને વાહન વ્યવહાર વિભા, ગાંધીનગર તરફ જાણ સારું.

(૧પ) ડાયરેકટર જનરલ એન્ડ ઈન્સ્પેકટર જનરલ ઑફ પોલીસ, પોલીસ ભવન,

ગાંધીનગર તરફ જાણ સારું.

 

રવાના કર્યું. તા. ૧૬/ર/ર૦૦૬

 

જિલ્લા મેંજીસ્ટ્રેટ,

મહેસાણા વતી

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-05-2006