હું શોધું છું

હોમ  |

જેલ/વશી/૩પ૯૮ થી ૩૬૦૭/૦પ, તા:૧૯/૧ર/ર૦૦પ
Rating :  Star Star Star Star Star   

મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩ ની પેટા કલમ(૧)(સી) હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટેટ , મહેસાણા દ્ધારા જાહેરનામું.

 

નંબર:જેલ/વશી/૩પ૯૮ થી ૩૬૦૭/૦પ

જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, મહેસાણા

તારીખ : ૧૯/૧ર/ર૦૦પ

જાહેરનામું

મહેસાણા શહેરના રામોસણા ચાર રસ્તથી મોઢેરા જંકશન એસ.ટી. વર્કશોપ સુધી રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ ૭-૦ મીટર પહોળાઈમાં ડામર સપાટીવાળો બનાવેલ છે. આ રોડ ઉપર મુખ્યત્વે રાધનપુર જંકશન મોઢેરા જંકશન તથા માલગોડાઉન રોડના જંકશન પર વાહનોના આડેધડ પાર્કિંગના કારણે સર્વિસ રોડનો ઉપરયોગ જાહેર જનતા કરી શકતી નથી. અડચણના કારણે લોકલ ટ્રાફીક જે ખરેખર સર્વિસ રોડ પર ચાલવો જઈએ તે મેઈન રોડ ઉપર ચાલે છે. આ કારણે મેઈનરોડ પર પીક અવર્સમાં ટ્રાફીક જામ થાય છે. જેથી રામોસણા ફાટકથી મોઢેરા જંકશન સુધીનો રોડનો પર્કિંગ ઝોન જાહેર કરવા ના.કા. ઈ.શ્રી રાજયમાર્ગ યોજના પેટા વિભાગ, મહેસાણાએ તા. ૮/૧/ર૦૦પ ના પત્રથી અત્રે દૃરખાસ્ત કરેલ છે. સદૃરહુ બાબતે સબડિવીઝનલ મેજી.શ્રી મહેસાણા તથા પોલીસ અધિક્ષકશ્રી મહેસાણાનો અભિપ્રાય અત્રેથી માંગતા સબ ડીવી. મેંજી.શ્રી મહેસાણાએ તા. ૧૯/૧ર/૦પ ના પત્રથી ઉકત વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવા અભિપ્રાય આપેલ છે.

વાસ્તે હું જી.સી બ્રહમભટ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણા, મુંબઈ પોલીસ અધિનીયમ-૧૯પ૧ (રર મા) ની કલમ-૩૩ ની પેટા કલમ ૧(સી) થી મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે રામોસણા ફાટકથી જંકશન સુધીના બંન્ને તરફના સર્વિસ રોડ ઉપર ખાનગી બસો, જીપો, મેટાડોર, ટ્રક, ટ્રેકટર વિગેરે ખાનગી વાહનો ઉભા રાખવા નહી કે પાર્ક કરવા નહી. આ સર્વિસ રોડ પરના વાણિજય વિષયક મકાનોનના માલીકોએ પોતાના અલાયદા પાર્કિંગ રાખવા આયોજન કરવું.

આ આદેશ એસ.ટી. વિભાગ તથા સરકારી વાહનોને લાગું પડશે નહી..

આજ તારીખ: ૧૯/૧ર/૦પ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરી આપ્યો.

 

 

સહી/- (જી.સી.બ્રહમભટ)

અધિક જીલ્લા મેંજીસ્ટ્રેટ,

મહેસાણા.

નકલ સવિનય રવાના :-

 

(૧) પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા તરફ

(ર) સબ ડીવીઝનલ મેંજીસ્ટ્રેટશ્રી, મહેસાણા

(૩) પ્રાદૃેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી , મહેસાણા તરફ

(4) વિભાગીય નિયામકશ્રી , એસ.ટી. ,મહેસાણા

(પ) એંકઝીકયુટીવ મેંજી.શ્રી મહેસાણા તરફ.

(૬) પોલીસ ઈન્સ્પેકટરશ્રી મહેસાણા શહેર/મહેસાણા તાલુકા તરફ.

(૭) પ્રમુખશ્રી , નગરપાલીકા , મહેસાણા તરફ.

ર/- પ્રસિઘ્ધ કરી રીપોર્ટ કરવા સારું.

(૮) વ્યવસ્થાપકશ્રી, સરકારી મઘ્યસ્થ પ્રેસ, વડોદરા તરફ.

ર/- અકેસ્ટ્રા ઑડીર્નરી ગેઝેટમાં વિના મુલ્યે તાત્કાલિક પ્રસિઘ્ધ કરવા સારું.

(૯) ના.કા.ઈ.શ્રી રાજય માર્ગ યોજના પેટા વિભાગ, મહેસાણા તરફ.

 

રવાના કર્યું. , તા. ૧૯/૧ર/ર૦૦પ

અધિક જીલ્લા મેંજીસ્ટ્રેટ,

મહેસાણા વતી.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-05-2006