હું શોધું છું

હોમ  |

જેલ/વશી/૧૯૮૧ થી ૧૮૮૭/૦પ, તા.ર૬/૭/ર૦૦પ
Rating :  Star Star Star Star Star   

અધિક જિલ્‍લા મેંજીસ્ટ્રેટશ્રી, મહેસાણા દ્ધારા મુંબઈ પોલીસ અધિનિયમ -૧૯પ૧ ની કલમ-૩૩ પેટા કલમ-૧(સી) હેઠળ જાહેરનામું

 

જાહેરનામા ક્રમાંક:જેલ/વશી/૧૯૮૧ થી ૧૮૮૭/૦પ

જિલ્‍લા મેંજીસ્ટ્રેટની કચેરી, મહેસાણા,

તા. ર૬/૭/ર૦૦પ

જાહેરનામું

મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (રર માં)ની કલમ-૩૩ની પેટા કલમ (૧)(સી) મુજબ બહાર પાડવા વિચારેલ જાહેરનામાનો ખરડો ઉકત અધિનિયમની ઉકત કલમ-૩૩ની પેટા કલમ-૬ મુજબ તેનાથી અસર પહોંચાડવાનો સંભવ હોય તેવા તમામની જાણ સારું પ્રસિઘ્ધ કરવામાં આવે છે. આથી નોટીસ આપવામાં આવે છે કે સરકારી રાજયપત્રમાં પ્રસિઘ્ધ થવાની તારીખથી -૧ (એક) માસ પુરો થયા બાદૃ અધિક જિલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણા ઉકત ખરડો વિચારણામાં લશે.

સરકારી રાજયપત્રમાં પ્રસિઘ્ધ થયાની તારીખથી એક માસ સુધીમાં આ જાહેરનામાના ખરડા સંબંધમાં કોઈપણ વ્યકિત તરફથી લેખિત વાંધાના સુચનો અધિક જિલ્લા મેંજીસ્ટ્રેટ, મહેસાણાને મળશે તો તે વિચારણામાં લેવામાં આવશે.

જાહેરનામાનો ખરડો :-

મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (રરમાં)ની કલમ-૩૩ની પેટા કલમ-૧ની કલમ (સી)થી મને મળેલ સત્તાની રૂએ હું કે.એસ.મેણાત, જી.એ.એસ., અધિક જિલ્‍લા મેજીસ્ટ્રેટ, મહેસાણા, મહેસાણા શહેરમાં નગરપાલીકા દ્ધારા નવીન શાકભાજી માર્કેટ નગરપાલીકાના સંકુલમાં કાર્યરત થયેલ હોવા છતાં કેટલીક શાકભાજીની લારીયો અને ફળફળાદીની લારીઓ બપોરના સમયે ફુવારા વિસ્તારમાં પીલાજી ગંજ વિસ્તારમાં બિનઅધિકૃત ઉભી રહેતી હોઈ ટ્રાફીકનો પ્રશ્ન ઉભો થવા પામે છે. જેથી નીચે જણાવેલ વિસ્તારને ટ્રાફીકની સમસ્યા ઘ્યાને લઈ પાર્કિંગના હેતુ સારું પ્રતિબંધીત જાહેર કરવા આદેશ કરું છું.

  1. ટી.જે. હાઈસ્કુલ થી નવા ફુવારા સુધી

  2. એસ.ટી. બસ સ્ટેન્ડથી ફુવારા સુધી

  3. તોરણવાળી માતાનો ચોક વિસ્તાર

  4. નગરપાલીકા બજાર ઢાળ વિસ્તાર

  5. અરવિંદ બાગ આગળનો વિસ્તર

  6. એમ.જી. માર્કેટની પાછળ આવેલ દુકાનોની આગળનો રસ્તો.

આજ તારીખ :- ર૬ માહે- જુલાઈ ર૦૦પ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરી જાહેરનામું બહાર પાડયું.

 

 

 

(કે.એસ. મેણાત)

અધિક જિલ્‍લા મેંજીસ્ટ્રેટ

મહેસાણા

નકલ રવાના :-

(૧) પોલીસ અધિક્ષક મહેસાણા તરફ

(ર) સબ ડીવીઝનલ મેંજીસ્ટ્રેટશ્રી, મહેસાણા તરફ

(૩) મામલતદારશ્રી, મહેસાણા તરફ

(4) ચીફ ઓફીસરશ્રી, નગરપાલીકા , મહેસાણા તરફ

(પ) પોલીસ ઈન્સ્પેકટરશ્રી, મહેસાણા તરફ.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-05-2006