હું શોધું છું

હોમ  |

પી.ઓ.એલ.નો-પાર્કિંગ/વશી/૩૦૨૪/૯૪,તા.૨૩/૮/૧૯૯૪
Rating :  Star Star Star Star Star   

જિલ્લા મેજીસ્ટ્રેટ,મહેસાણા ઘ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા ક્રમાંક: પી.ઓ.એલ. નો-પાર્કિંગ/વશી/૩૦૨૪/૯૪ તા.૨૩/૮/૧૯૯૪

 

અ.નં. વાહનો અંગે નકકી કરવામાં આવેલ સ્ટેન્ડ/ વિસ્તાર
મેટાડોર / જીપ સ્ટેન્ડ :-
(૧) હાલમાં એસ.ટી. સ્ટેન્ડ બહાર પેટ્રોલ પંપ પાસે જે મેટાડોર અને જીપો ઉભી રહે છે. તે જગ્યા રદ કરી હવેથી મહાત્મા ગાંધી શૉપીંગ સેન્ટરના પાછળના ભાગે વિશ્ર્રાંતિ ગૃહની દિવાલને અડીને જે ખુલ્લી જગ્યા આવેલ છે. ત્યાં તમામ મેટાડોર અને જીપૉ ઉભી રહેશે.
(ર) વિસનગર જતી મેટાડોર અને જીપૉ હાલમાં જે સિવિલ હોસ્પિટલની દિવાલને અડીને ઉભી રહે છે તે જગ્યાને બદલે - ૧પ મેટાડોર નસીર્ગ હોસ્ટેલથી હેડ કવાર્ટર તરફ સિવિલની દિવાલને અડીને ઉભી રાખવી.
(૩) રાધનપુર ચાર રસ્તા પાસે આવેલ અંબિકા ગેસ્ટ હાઉસથી પાંચોટ તરફ જવાના રસ્તા સુધીમાં ૧પ મેટાડોર ઉભી રાખવાનું ટેક્ષી સ્ટેન્ડ નકકી કરવામાં આવે છે. તેમજ રાધનપુર ચાર રસ્તાને અડીને જે મેટાડોર ઉભા રહે છે ત્યાં મેટાડોર ઉભા રાખવા નહી.
(૪) રાધનપુર ચાર રસ્તા તરફથી ઉંઝા તરફ જતી મેટાડોર હાલમાં જયા ઉભી રહે છે. ત્યાં ઉભી રાખવી નહી પરંતુ સ્વામી નારાયણ મંદૃીરના બંને દરવાજા છૉડયા બાદ ડેરી તરફ નો જે ખાડો આવેલ છે. તે જગ્યાએ દસ મેટાડોર ઉભા રાખવા.
(પ) મોઢેરા ચાર રસ્તા પાસે એસ.ટી. કચેરીના આગળના ભાગે એસ.ટી. સ્ટેન્ડ થી પ00 વારના અંતરે એટલે કે સીમંધર મંદૃીરના ધર્મશાળા પાસેના બીજા દરવાજાથી ગાયત્રી મંદૃીર તરફના રસ્તા બાજુએ કુદરત હોટલ સામે દસ મેટાડોર ઉભા રાખવા, હાલમાં સ્ટેન્ડ પાસેથી જે મેટાડોર ભરાય છે. તે નહી ભરવાનું નકકી કરવામાં આવે છે.
(૬) મોઢેરા ચાર રસતા એસ.ટી. ઓફીસનછી સામે જી.આઈ.ડી.સી.ના કોટની બાજુમાં રામઝુપડી સામે હાલમાં જે મેટાડોર ઉભા રહે છે તેના બદલે રામઝુપડીની સામે આવેલ જી.આઈ.ડી.સી.ના કોટને અડીને મોઢેરા તરફના દસ મેટાડોર ઉભી રાખવી.
(૭) પરામાં ટાવર પાસે પાણીની ટાંકી પાસે પાંચ મેટાડોર ઉભા રાખવા.
રીક્ષા સ્ટેન્ડ :-
(૧) તોરણવાળી માતા પાસે બરોડા બેંકની ફુટપાથ પાસે દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
(ર) કૃષ્ણ લોજથી ગોપાલ સ્વીટ માર્ટ વચ્ચેના ભાગમાં પી. ડબલ્યુ. ડી.ની ઓફીસને અડીને આવેલ ફુટપાથ પાસે પાંચ રીક્ષા ઉભી રાખવી.
(૩) મંગલ કોલ્ડ્રીકની સામે અરવિંદ બાગને અડીને હાલમાં જયાં પાર્કિંગનું બૉર્ડ મારી જગ્યા નકી કરેલ છે. ત્યાં દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
(૪) સિવિલ હોસ્પિટલ સામે સિવિલ હોસ્પિટલના કોટને અડીને જયાં મુતરડી આવેલ છે તે મુતરડીથી હેડ કવાર્ટર તરફના રસ્તે રોડથી નીચે હાલમાં વિસનગર મેટાડોર ઉભી રહે તે જગ્યા ખાલી કરી -૧0 રીક્ષા ઉભી રાખવી.
(પ) રાધનપુર ચાર રસ્તા સાંઈબાબા કોમ્પ્લેક્ષની ફુટપાથ તરફ ખુણા તરફ દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
(૬) રાધનપુર ચાર રસ્તા,અમદૃાવાદ તરફના માઈલ સ્ટૉનનું બૉર્ડ મારેલ છે. ત્યાંથી ડફેરના દૃંગા તરફ જવાના રસ્તાની દવિાલે અડીને દસ રીક્ષા ઉભી રાખવી.
(૭) રાધનપુર ચાર રસ્તાથી ગોપીનાળા તરફ જવાબના રસ્તે અશૉક મોટર્સ આગળ દસ રીક્ષા ઉભી રાખવી.
(૮) મોઢેરા ચાર રસ્તા એસ.ટી. ઓફીસ સામે, જી.આઈ.ડી.સી.ના કોટને અડીને અમદૃાવાદ તરફથી આવતી એસ.ટી. બસ પેસેન્જરો ઉતારે છે ત્યાં દસ રીક્ષા ઉભી રાખવી.
(૯) મોઢેરા ચાર રસ્તા રામઝુપડીની સામે જી.આઈ.ડી.સી.ના કોટને અડીને દસ રીક્ષાનું સ્ટેન્ડ આવેલ છે. તેની આગળ મેટાડોર દસનું સ્ટેન્ડ પણ આવેલ છે.
(૧૦) હોટલ પેરેમાઉન્ટના સામે મોઢેરા ચાર રસ્તાથી રાધનપુર ચાર રસ્તા તરફ રેલીંગને અડીને ડાબી બાજુએ દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
(૧૧) મોઢેરા ચાર રસ્તા એસ.ટી. ઓફીસની બાજુુમાં એસ.ટી. વર્કશૉપના રસ્તે કોટને ઓડીને જયાં લારીઓ ઉભી રહેતી તે જગ્યા મુતરડી પાસે ગજજર ઓટૉની સામે દસ રીક્ષા માટે સ્ટેન્ડ રાખવુ.
(૧ર) બી.કે. સિનેમા સામે ર્ડાકટર ડાહયાભાઈના દવાખાનાથી મોઢેરા ચાર રસ્તા તરફ દસ રીક્ષાનુ સ્ટેન્ડ રાખવુુ.
(૧૩) સવૉર્દય સામે નટરાજ કટલરી સ્ટૉર્સની આગળ દસ રીક્ષા માટે સ્ટેન્ડ રાખવુ.
(૧૪) સૉનલ પાનની સામે મહાકાળી સ્ટૉર્સ સામે ગંજ બજાર જવાના રસ્તા પાસે પાંચ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
(૧પ) પર પાણીની બૉરથી ધૉબીધાટ તરફની ઉભી ફુટપાથ ઉપર વીસ રીક્ષા ઉભી રાખવા સ્ટેન્ડ રાખવુ.
(૧૬) હૈદરી ચોક પાણીની ટાંકીથી પરા તરફ જવાના રસ્તે દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ. જે તળાવની સામે બાબીવાડા તરફ રાખવુ.
(૧૭) હૈદરી ચોક પશુ દવાખાના સામે દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
(૧૮) બીલાડી બાગ પાસે જિલ્લા પંચાયતના કોટને અડીને દસ રીક્ષાનું સ્ટેન્ડ રાખવુ.
કાર પાર્કિંગ / સ્કુટર પાર્કિંગ :-
(૧) પરા દરગાહથી આઝાદ ચોક અને આઝાદ ચોકથી બી.કે. મેડીકલ સ્ટોર્સ સુધી મુખ્ય બજાર આવેલ છે. તે તમામ વેપારી તથા બહાર ગામથી કાર લઈને ખરીદી કરવા આવતા હોય તેવા તમામ એ તેમની મોટર કારો પીલાજી ગંજ ટેલીફોન ઓફીસથી રેલ્વે સ્ટેશન તરફથી નટરાજ હોટલ તરફનો જે રોડ આવેલ છે. ત્યાં ટેલીફોનની ઓફીસવાળી લાઈને ફુટપાથને અડીને વાહન પાર્ક કરવાં.
(ર) ઉપર ક્રમ નં.-૧ માં જણાવેલ બજારના વેપારીઓને તેમજ ખરીદી કરવાવાળા આવનાર માણસોએ એકી તારીખએ દક્ષિણ તરફના ફુટપાથ ઉપર તેમજ બેકી તારીખે ઉત્તર તરફના ફુટપાથ ઉપર સ્કુટર પાર્ક કરવા.
નો-પાર્કિંગ :
(૧) બહેરા મુંગાની શાળાથી જુના ફુવારા સુધી રેલ્વે સ્ટેશન વિસ્તારને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.
(ર) સોનલ પાન હાઉસથી ભમરીયા નાળા સુધીનો વિસ્તાર તેમજ ભમરીયા નાળાથી માલ ગોડાઉન તરફ જવાના રસ્તા તેમજ ભમરીયા નાળા તરફથી સર્વોદય બેંકના નાકા સુધીનો વિસ્તાર નો-પાર્કિંગ તરીકે જાહેર કરવામાં આવે છે.
(૩) હૈદરી ચોકમાં આવેલ સર્કલની ચારે બાજુનો વિસ્તાર નો-પાર્કિંગ તરીકે જાહેર કરવામાં આવે છે.

 

 

સહી/- (પી.ડી. વાધેલા )

જિલ્લા મેજીસ્ટેટ,મહેસાણા

રવાના તારીખ : ૩૦/૮/૧૯૯૪

 

 

સહી/-

જિલ્લા મેજીસ્ટ્રેટ,

મહેસાણા વતી

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-05-2006