જિલ્લા મેજીસ્ટ્રેટ,મહેસાણા ઘ્વારા મુંબઈ પોલીસ અધિનિયમ -૧૯પ૧ (રર મો) ની કલમ-૩૩ (૧) (સી) મુજબ જાહેરનામું
નંબર: જેલ/વશી/૧૦૩૦ થી ૧૦૪૦/ર૦૦૪
જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી,મહેસાણા
તારીખ : ૧૮/૩/ર૦૦૪
જાહેરનામું
મહેસાણા જિલ્લા ટ્રાફીક સલાહકાર સમિતિની બેઠક તા.ર૭/૧/ર૦૦૪નારોજ, કલેકટર કચેરી, મહેસાણા ખાતે મળેલ હતી આ બેઠકમાં ચર્ચા થયા અનુસાર અને મહેસાણા શહેરના અગાઉના જાહેરનામા ઓની નકકી થયેલ રીક્ષા સ્ટેન્ડની સમીક્ષા કરતા એસ.ટી. વર્કશોપ રોડ ઉપરનું સીડીર્કેટ બેંકની બાજુનું પ-(પાંચ) રીક્ષાનું સ્ટેન્ડ ટ્રાફીક અને જાહેર રસ્તાને અડચણરૂપ હૉઈ અન્યત્ર બદૃલા પાત્ર જણાયેલ.
સદૃર જગ્યાનું તા.૧૭/૩/ર૦૦૪ નારોજ અમોએ સ્થળ નિરીક્ષણ કર્યુ છે. હાલનું એસ.ટી. વર્કશોપ ઉપરનું સીડીકેંટ બાજુનુ -પ (પાંચ) રીક્ષાનું સ્ટેન્ડ અડચણરૂપ જણાય છે. આ પ - રીક્ષાનું સ્ટેન્ડ મોઢેરા ચાર રસ્તા ઉપરની પોલીસ ઓફીસની બાજુમાં મોઢેરા તરફ જતા રોડ સાઈય્ડે આવેલ જગ્યાએ આપવું યૉગ્ય્ જણાય છે.
વાસ્તે, હું વિનય વ્યાસા, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ,મહેસાણા મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯પ૧ (રર મો ) ની કલમ- ૩૩ (૧) (સી) થી મને મળેલ અધિકારની રૂએ, મહેસાણા શહેર ટ્રાફીક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે, એસ.ટી. વર્કશોપ રોડ ઉપરનું સીંડીકેટ બેંકની બાજુનું પાંચ રીક્ષાઓનું સ્ટેન્ડ બદૃલી મોઢેરા ચાર રસ્તા ઉપર આવેલ પોલીસ ચૉકીની બાજુમાં, મોઢેરા તરફ જતા રસ્તાની સાઈય્ડે આવેલ જગ્યાએ તબદીલ કરવા હુકમ કરૂ છું
આજ તા.૧૯ મી માહે - માર્ચ -ર૦૦૪ નારોજ મારી સહી તથા કોર્ટના સિક્કા સાથે જાહેરનામું બહાર પાડયુ.
સહી- (વિનય વ્યાસ)
જિલ્લા મેજીસ્ટ્રેટ,મહેસાણા
નકલ સ. રવાના:
૧. પોલીસ અધિક્ષકશ્રી,મહેસાણા તરફ જાણ - વ અમલ સારૂ
ર. પોલીસ ઈન્સ્પેકટરશ્રી,મહેસાણા તરફ જાણ - વ અમલ સારૂ
૩. ચીફ ઓફીસરશ્રી, નગરપાલીકા,મહેસાણા તરફ જાણ - વ- અમલ સારૂ.
૪. મામલતદારશ્રી,મહેસાણા તરફ જારૂ સારૂ
પ. નાયબ માહિતી નિયામકશ્રી,મહેસાણા તરફ સ્થાનિક વર્તમાનપત્રમાં વિનામુલ્યે પ્રસિઘ્ધિ કરવા સારૂ.
રવાના કર્યુ તા.ર૦/૩/ર૦૦૪
જિલ્લા મેજીસ્ટ્રેટ,
મહેસાણા વતી
|