અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, મહેસાણા દ્વારા મુંબઈ પોલીસ અધિનીયમ ૧૯પ૧ ની કલમ -33 ની પેટા કલમ -૧ (સી) હેઠળ જાહેરનામું.
જાહેરનામા ક્રમાંક :- જેલ /વશી/૧૬પ થી ૧૮પ /ર૦૦ર
જીલ્લા મેજીસ્ટ્રેટ ની કચેરી મહેસાણા
તા.પ/ર/ર૦૦ર
જાહેરનામું
મુંબઈ પોલીસ (સને- ૧૯પ૧ ના રર માં ) અધિનિયમ ની કલમ -33 ની પેટાકલમ (૧) (સી) મુજબ બહાર પાડવા વિચારેલ જાહેરનામાનો ખરડો ઉકત અધિનીયમ ની કલમ-33 ની પેટા કલમ-૬ મુજબ તેનાથી અસર પહોચાડવા નો સંભવ હોય તેવા તમામની જાણ સારૂ પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે. આથી નોટીસ આપવા માં આવેછે.કે, સરકારી રાજયપત્ર માં પ્રસિદ્ધ થયાની તારીખ થી એક માસ પુરો થયા બાદૃ જીલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા ઉકત ખરડો વિચારણા માં લેશે.
સરકારી રાજયપત્રમાં પ્રસિઘ્ધ થયાની તારીખ થી એક માસ સુધીમાં જાહેરનામાના ખરડા સંબંધ માંકોઈ પણ વ્યકિત તરફથી લેખીત વાંધા ના સુચનો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણા ને મળશે તો તે વિચારણા માં લેવા માં આવશે.
જાહેરનામા નો ખરડો :-
મુંબઈ પોલીસ (સને-૧૯પ૧ ના રર મા) અધિનિયમ કલમ -33 ની પેટા કલમ -૧ ની કલમ -સી થી મને મળેલ સત્તા ની રૂએ હું આઈ.જી પરીખ. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણા, મહેસાણા શહેર ના રસ્તાઓ અને ટ્રાફીક ને અનુલક્ષી ને પરિશિષ્ટમાં દૃર્શાવ્યા મુજબ ના સ્ટેન્ડ ખાનગી વાહનો પાર્ક કરવા માટે નકકી કરવા આદેશ કરૂ છુ.
આજ તા.૧૧ માહે : ફ્રેબ્રુઆરી -ર૦૦ર ના રોજ મારી સહી તથા પોતાનો સિકકો કરી જાહેરનામુ બહારપાડયુ.
(આઈ.જી. પરીખ)
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ . મહેસાણા
નકલ સવિનય રવાના :-
(૧) જીલ્લા પોલીસ અધિકારી શ્રી, મહેસાણા.
(ર) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી. મહેસાણા.
(3) મામલતદૃાર શ્રી મહેસાણા તરફ.
(૪) ચીફ ઓફીસર શ્રી, નગરપાલીકા મહેસાણા તરફ.
(પ) પોલીસ ઇન્સપેકટર મહેસાણા સીટી.
(૬) વ્યવસ્થાપક શ્રી, સરકારી છાપકામ, વડોદૃરા તરફ.
ર/- ગેઝેટમાં પ્રસિઘ્ધ કરી નાંધ મૉકલી આપવા સારૂ.
(૭) નાયબ માહીતી નિયામક શ્રી, મહેસાણા તરફ.
ર/- દૈનિક વર્તમાનપત્ર માં વિનામુલ્યે પ્રસિઘ્ધ કરવા સારૂ.
પરિશિષ્ટ
અ.નં.
|
વિસ્તાર
|
વાહનની સંખ્યા
|
(૧)
|
એસ.ટી. વિભાગીય કચેરી,મહેસાણાના સ્ટેન્ડથી ૧૦૦ મીટર દૃક્ષિણ તરફ સીમંધર મંદૃીરના બીજા દૃરવાજાથી નજીક ૧પ ખાનગી વાહનો પાર્ક કરવા.
|
૧પ વાહન
|
(ર)
|
મૉઢેરા ચાર રસ્તાથી મૉઢેરા જવાના જકાતનાકાની સામે જી.આઈ.ડી.સી.માં જવાના રોડની પૂવેર્ જી.આઈ.ડી.સી. કંમ્પાઉન્ડ વૉલની સમાંતર ૧૦ ખાનગી વાહનો
|
૧૦ વાહન
|
(3)
|
રાધનપુર ચાર રસ્તાથી રાધનપુર જવાના રસ્તે મહાલક્ષ્મી હોલની સામેના ભાગે-૧૭ ખાનગી વાહનો માટેનું સ્ટેન્ડ
|
૧૭ વાહન
|
(૪)
|
રાધનપુર ચાર રસ્તાથી ઉંઝા તરફ જવાના રસ્તે હાલ એસ.ટી. બસૉ ઉભી રાખવાનું બૉર્ડ લગાવેલ છે. તે બદૃલી સ્વામીનારાયણ મંદૃીરના મઘ્ય ભાગમાં લગાવવુ અને તેનાથી ૧૦૦ મીટર ઉત્તર તરફ ( ડેરી તરફ ) પ ખાનગી વાહનો પાર્ક કરવા
|
પ વાહન
|
(પ)
|
એસ.ટી. વિભાગ, કચેરી,મહેસાણાના સ્ટેેન્ડથી નજીકમાં ખાસ વધીર્ની જીપ ઉભી રહે છે. આ જીપોને ઉભા રહેવા માટે આ સ્ટેન્ડની સામેના ભાગમાં એપોલૉ ઈન્ડસ્ટ્રીઝ આગળ ઉભા રહેવા સ્ટેન્ડ નકકી કરવામાં આવે છે.
|
ખાસ વધીર્ની જીપ
|
સ્થળ :મહેસાણ
તા.૧૧/ર/ર૦૦ર
સહી/- (આઈ.જી.પરીખ)
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,
મહેસાણા
રવાના કર્યુ તા. /ર/ર૦૦ર
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,
મહેસાણા વતી
|