|
ન્યાય સહાયક પ્રયોગશાળાઓ
-
રાજ્યભરમાં ગુનાની તપાસ કરી રહેલી એજન્સીઓને
તપાસમાં વિજ્ઞાનની વિવિધ શાખાઓનો ઉપયોગ થાય અને તપાસને સચોટ
વૈજ્ઞાનિક પુરાવાથી સમર્થન મળે તે માટે વિશાળ અદ્યતન ઉપકરણોથી સૂસજ્જ પ્રયોગશાળાઓ અને તજ્જ્ઞોના નેટવર્ક સાથે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ, ગુ. રા., સેક્ટર-૧૮, એ-પોલીસ ભવન પાસે, ગાંધીનગર કાર્યરત છે. તેમની દેખરેખ હેઠળ જૂનાગઢ, સુરત અને અમદાવાદ ખાતે પ્રાદેશિક ન્યાય સહાયક પ્રયોગશાળાઓ કાર્યરત છે. આ તમામ પ્રયોગશાળાઓ અતિઅદ્યતન ઉપકરણો અને વિવિધ વિજ્ઞાન શાખાઓના તજ્જ્ઞોથી સુસજ્જ એવી દેશની અગ્રણી સંસ્થાઓ છે. આ ઉપરાંત ડી.એફ.એસ.ની દેખરેખ હેઠળ રાજ્યના તમામ જિલ્લામાં ગુનાની જગ્યા પર પુરાવા એકત્રિત કરવા તેમ જ વૈજ્ઞાનિક તપાસ માટે સુવિધાયુક્ત ૨૪ કલાક સેવાઓ આપતી તજ્જ્ઞો સાથેની મોબાઇલ
ઇન્વેસ્ટિગેશન વાન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
-
મહેસાણા જિલ્લામાં પણ પોલીસ તપાસ કામગીરીને મદદરૂપ થવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અદ્યતન લેબોરેટરી સુવિધા સંલગ્ન મોબાઇલ
ઇન્વેસ્ટિગેશન વાનની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં બ્લડ ટેસ્ટિંગ કિટ, સીમન ટેસ્ટિંગ કિટ, ફૂટ પ્રિન્ટ ડેવલપિંગ કિટ, લેટન્ટ ફિંગર પ્રિન્ટ અને પામ પ્રિન્ટ ડેવલપિંગ કિટ, એક્સ્પ્લોઝિવ કિટ, માઇક્રોસ્કોપ, ડિઝિટલ અને વીડિયો કેમેરા, ફોટોગ્રાફિક લેબ, ટેબ્લેટ પીસી-લેસર
પ્રિન્ટર વગેરે અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે. આ વાન સાથે સાયન્ટિફિક ઓફિસર, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ફોટોગ્રાફરની ટીમ સંલગ્ન છે. આ તમામ સહાયથી તપાસ કરનાર અધિકારી બનાવ સંલગ્ન ઉપયોગી નમૂનાઓ એકઠા કરી એફ.એસ.એલ.માં પરીક્ષણ માટે મોકલે છે.
|
|
|