હું શોધું છું

હોમ  |

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો ની વિગત.

(૧) હોદ્દો -- પોલીસ અધિક્ષક

સત્તાઓ --

વહીવટી

  • મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧૬ મુજબ - ઈન્સ્પેકટર જનરલના હુકમોને આધીન રહીને કમિશ્નરે અને ઈન્સ્પેકટર જનરલ અને જિલ્લા મેંજીસ્ટ્રેટના હુકમોને આધીન રહીને જિલ્લા સુપ્રિટેન્ડેન્ટે પોતપોતાના અખત્યારની હદમાં રહીને હથિયાર સંબંધી, કવાયત સંબંધી, કસરત સંબંધી, સભ્યો ઉપર તથા બનતા બનાવો ઉપર નજર રાખવા સંબંધી, પરસ્પર સબંધ સંબંધી , ફરજોની વહેંચણી સંબંધી, કાયદાના તથા હુકમના તથા કામ ચલાવવાની રીતના અઘ્યયન સંબંધી, સર્વ બાબતો વિષે અને વહીવટી વિગતો સંબંધી અથવા તેના હાથ હેઠળના પોલીસ દળે પોતાની ફરજો સંબંધી સધળી બાબતો અંગે હુકમ કરીને નિયમન કરવું. તથા ૧૭ મુજબ (૧) જિલ્લાના જીલ્લા સુપ્રિટેન્ડેન્ટ અને પોલીસ દળ, જિલ્લા મેંજછીસ્ટ્રેટના નિયંત્રણ હેઠળ રહેશે. (ર)એવુ નિયંત્રણ કરતી વખતે, જિલ્લા મેંજીસ્‍ટ્રટે આ અર્થે રાજય સરકાર કરે તેવા નિયમો અને હુકમો અનુસાર વર્તવું.

  • ગુજરાત રાજય સિવીલ સર્વીસ નિયમો - ર૦૦ર થી મળેલ સત્તાઓ

  • ગુજરાત પોલીસ નિયમો ભાગ-૧,ર અને ૩ થી મળતી તમામ સત્તાઓ.

નાણાંકીય --

  • ગુજરાત નાણાંકીય સત્તા સોંપણી નિયમો - ૧૯૯૮ ના નિયમ-૧૦ મુજબની

    • વહીવટી વિભાગ તેના તાબાના કોઈપણ રાજયપત્રિત અધિકારીને વહીવટી તેમજ નાણાંકીય તમામ હેતુઓ માટે કચેરીના વડા તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે.

    • ખાતાના વડા તેના તાબાના કોઈપણ રાજયપત્રિત અધિકારીને, આ નિયમોના હેતુ માટે કચેરીના વડા તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. પરંતુ શરત એ રહેશે કે એક જ કચેરી અથવા મહેકમની બાબતમાં એક કરતાં વધુ રાજયપત્રિત અધિકારીને કચેરીના વડા જાહેર કરાશે નહી.

    • નોંધઃ આ નિયમ આમે જ કરવામાં આવ્યો તે પહેલાં કચેરીના વડા તરીકે જાહેર કરાયેલ રાજયપત્રિત અધિકારી અન્યથા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આ નિયમોના હેતુ માટે કચેરીના વડા તરીકે ચાલુ રહેશે.

  • ગુજરાત પોલીસ મેંન્યુલ ભાગ-ર ના નિયમો મુજબ

  • ગુજરાત નાણાં સત્તા સોંપણીના નિયમો-૧૯પ૯ ના નિયમ-૧૦ પાના નં. પ નું પરિશિષ્ટ મુજબ

અન્ય --

  • બીજા અન્ય પોલીસ કાયદાઓથી મળતી તમામ સત્તાઓ

ફરજો --

  • મુંબઈ પોલીસ અનિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪ મુજબ દરેક પોલીસ અધિકારીને નીચેનું કરવાની ફરજ છે --

    • યોગ્ય અધિકારીએ જે દરેક સમન્સ, વોરન્ટ અથવા બીજો હુકમ કાયદેસર રીતે પોતાને મોકલ્યો હોય તે પણ તેણે તરત બજાવવો, બજાવવું અથવા માનવો અને પોતાના ઉપરી અધિકારીના કાયદેસર હુકમનો અમલ કરવા સર્વ પ્રકારનાં કાયદેસર પગલાં લેવાં.

    • પોતે બને તો પ્રયત્ન કરીને પોલીસ અધિકારીના ગુના થવા વિશે અથવા તેના ગુના કરવાના ઈરાદા વિશે બાતમી મેળવવી તથા ગુનેગારોને સજા કરાવવા માટે અથવા પોલીસ અધિકારીના ગુના અને પોતાના દેખતાં થતાં પોલીસ અધિકાર બહારના ગુના થતા અટકાવવા માટે ઉત્તમ ગણી શકાય તથા કાયદા અને પોતાના ઉપરી અધિકારીઓએ કરેલા હુકમ સાથે સુસંગત હોય એવી બાતમી આપવી તથા એવા બીજા ઉપાય લેવા.

    • તે બનતો પ્રયત્ન કરીને લોકોપરાકર કૃત્ય થતાં અટકાવવાં

    • જે વ્યકિતઓને પકડવાનો પોતાને કાયદાની રૂએ અધિકાર હોય અને જેમને માટે પકડવાનું પુરતુ કારણ હોય તે સર્વને ગેરવાજબી ઢીલ વગર પકડવાં.

    • બીજો કોઈ પોલીસ અધિકારી તેનું કામ કરતી વખતે પોતાને બોલાવે અથવા તેવે વખતે તેને મદદની જરૂર પડે, ત્યારે તે મદદ માગનારા અધિકારીને કાયદેસર અને વાજબી મદદ કરવી.

    • તે સમયે અમલમાં હોય તેવા કોઈપણ કાયદાની રૂએ પોતાને કરવાનાં કામ કરવાં.

  • મુંબઈ પોલીસ અનિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬પ મુજબ

    • રાજય સરકાર અથવા કાયદેસર રીતે અધિકૃત કરેલી વ્યકિતએ કરેલા નિયમો તથા તે હુકમોને અનુસરીને પ્રત્યેક પોલીસ અધિકારીને કલમ-૬૪ માં ઉલ્લેખ કરેલા કોઈપણ કારણ સારૂ લોકોને હરવા ફરવાની કોઈ જગ્યા પીઠા તરીકે અથવા કેફી પદાર્થો વેચવાની દુકાન તરીકે અથવા હલકી તથા લફંગી વ્યકિતઓના અડડા તરીકે વપરાય છે એમ માનવાનું પોતાને કારણ હોય, તે જગામાં વોરંટ વગર દાખલ થઈને તપાસ કરવાની સત્તા છે.

    • કોઈ રસ્તા અથવા લોકોને આવવા જવાની જગામાં કોઈ વ્યકિતના કબજામાં કોઈ વસ્તુ હોય અથવા હોવાનું દેખાય અને તે ચોરેલી મિલકત છે એવો કોઈ પોલીસ અધિકારીને શુઘ્ધ બુઘ્ધિથી વહેમ આવે ત્યારે એવો પોલીસ અધિકારી એવી વસ્તુ સારૂ ઝડતી લઈ શકશે અને તે તપાસી શકશે તથા તે કયાંથી આવી તે બદલ જવાબ આપવાને હુકમ કરી શકશે અને જેના કબજામાં તે હોય તે વ્યકિતએ આપેલો જવાબ ખુલ્લી રીતે ખોટો અથવા શંકાજનક હોય તો એવી વસ્તુ કબજે રાખીને કોઈ મેજીસ્ટ્રેટને સદરહું બીનાનો રીપોર્ટ કરી શકશે અને તે ઉપરથી તે મેજીસ્ટ્રેટ ફોજદારી કાર્યરીત અધિનિયમ ૧૮૯૮ ની કલમ-પર૩ અને પરપ પ્રમાણે અથવા અમલમાં હોય એવા બીજા કોઈ કાયદા પ્રમાણે કામ ચલાવાશે.

  • મુંબઈ પોલીસ અનિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૬ મુજબ

    • રસ્તામાંથી અશકત અથવા નિરાધાર વ્યકિતઓને પોતાથી બને તેટલી દરેક જાતની મદદ આપવી, તથા કેફ ચઢેલી જે વ્યકિતઓ તથા ગાંડી વ્યકિતઓ નહી તહી રખડતી હોઈને ભયકારક અથવા પોતાની સંભાળ લેવાને અશકત દેખાતી હોય તેમને પોતાના તાબામાં લેવી.

    • પકડેલી અથવા પહેરામાં રાખેલી કોઈ વ્યકિત જખમી અથવા બીમાર હોય તેને માટે જરૂરી મદદ મેળવવા તરત ઉપાય લેવા તથા એવી વ્યકિત ઉપર ચોકી રાખતી વખતે અથવા તેને લઈ જતી વખતે તેની સ્થિતિ તરફ યોગ્ય લક્ષ આપવું.

    • પકડેલી અથવા પહેરામાં રાખેલી પ્રત્યેક વ્યકિતને જોઈએ એટલો ખોરાક તથા આશ્રમ આપવાનો બંદોબસ્ત કરવો.

    • ઝડતી લેતી વખતે નાહક બેઅદમી કરવી નહી અથવા બિનજરૂરી ત્રાસ આપવો નહી.

    • સ્ત્રીઓ તથા બાળકોની સાથે કામ લેતી વખતે બરાબર મર્યાદા જાળવવી તથા વાસ્તવિક સભ્યતા દાખવવી.

    • આગથી કોઈપણ નુકશાન અથવા હાનિ ન થવા દેવા માટે પોતાથી બનતા ઉપાય લેવા.

    • લોકોને કોઈપણ અકસ્માત અથવા જોખમ થતુ અટકાવવા પોતાનાથી બનતા ઉપાય લેવા.

  • મુંબઈ પોલીસ અનિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૭ મુજબ

    • રસ્તામાં રાહદારીનું નિયમન કરીને તે ઉપર નિયંત્રણ રાખવું, રસ્તાની અંદર કોઈપણ અડચણ થવા ન દેવી તથા પોતાથી બને તેટલો પ્રયત્ન કરીને રસ્તામાં અથવા તેની નજીક લોકોને પાળવા સારૂ આ અધિનિયમ મુજબ અથવા અમલમાં હોય એવા બીજા કોઈપણ કાયદા મુજબ જ કોઈપણ નિયમ અથવા હુકમ કરવામાં આવ્યો હોય તેનું ઉલ્લંધન થવા ન દેવું.

    • રસ્તામાં તથા લોકોને નાહવાની, ધોવાની તથા ઉતરવાની જગા, મેળા, દેવમંદિર તથા લોકોને આવવા જવાની બીજી સધળી જગાએ તથા તેની અંદર તેમજ લોકો પૂજા પ્રાર્થના કરતા હોય ત્યારે પ્રાર્થનાની સાર્વજનિક જગાની આસપાસ બંદોબસ્ત રાખવો.

    • લોકોને નાહવાની, ધોવાની, તથા ઉતરવાની જગામાં લોકોની આવજાનું નિયમન કરવું. સદરહું જગામાં તથા સાર્વજનીક તરમાં ધણી ભીડ થવા ન દેવી તથા પોતાથી બને તેટલો પ્રયત્ન કરીને આવી કોઈ જગા અથવા તર ઉપર લોકોને પાળવા સારૂ કાયદેસર રીતે કરેલા કોઈપણ નિયમ અથવા હુકમનું ઉલ્લંધન થવા ન દેવું.

  • ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-રપ મુજબ

    • ખાસ કરીને પોતાના ડી.એસ.પી.ઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપતા રહેવું

    • પોતાના તાબા નીચેના દળને યોગ્ય રીતે તાલીમબઘ્ધ કાર્યક્ષમ અને શિસ્તબઘ્ધ રાખવા માટે સતત નિરીક્ષણ યોજવું.

    • પોતાના જિલ્લાનો કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય અને ગુનાઓ શોધી કડક તપાસ કરી અટકાવવા તે જોવું. પરસ્પર એખલાસ જાળવવી, ઉત્સાહ અને પ્રોત્સાહન આપવું, નિષ્કિ્રયતા દુર કરવી અને સર્વ જરૂરીયાતો સંતોષવી અને સંપર્ક જાળવવો.

    • પોતાના વિસ્તારમાં પ્રવાસ ખેડી નિયમીત અને પઘ્ધતિસર રીતે પોલીસ સ્ટેશન અને આઉટ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ યોજવું.

    • અવાર નવાર ઓચિંતી મુલાકાત યોજવી.

    • ખાસ કરીને તો ગુનાઓ અંગે છુટક રીતે ન વિચારતા એકંદરે સમગ્રપણે વિચારવું અને જયાં જરૂર હોય ત્યાં વારંવાર અને ખાસ મુલાકાતો યોજવી, યોગ્ય અને ખાસ ઉપાયો યોજવા.

    • ડી.આઈ.જી.સાથે ગુપ્ત રીતે સંપર્ક માં રહી અને તેનાં નિરીક્ષણ તપાસી વિ.સર્વ કામગીરીમાં તેને વિશ્વાસ પુર્વક મુશ્કેલીઓ સર્વ મદદ અને માર્ગદર્શન આપવા.

    • માંદા પોલીસોની અઠવાડીએ એકાદવાર ઈસ્પીતાલમાં નિયમિત રીતે મુલાકાત યોજવી- આ રીતે તાબાના કર્મચારીઓની લાગણી કે વિશ્વાસ જીતી શકે જે તેની ફરજ બજાવવામાં ખુબ ઉપયોગી નિવડે છે.

    • રેલ્વેના ચાર્જમાં રહેલ પો.સુપ્રિ.એ જનરલ મેનેજરની સર્વ સુચનાઓને આધિન રહેવું જોઈઅ. જો અને જયારે જરૂરી જણાય ત્યાં તે આઈ.જી.પી.ને રજુઆત કરી શકે. શકાય હોય ત્યાં સુધી તેણે વિભાગીય કે જિલ્લા રેલ્વે અધિકારીઓની સુચના અને માંગણીઓને પુર્ણ કરવા પ્રયત્ન કરવો પણ જો અયોગ્ય લાગે તો જનરલ મેનેજર સમક્ષ રજુઆત કરવી.

૩. અન્ય પોલીસ કાયદાઓથી દર્શાવાયેલી ફરજો.

(ર) હોદો - નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, મહેસાણા

સત્તાઓ - વહીવટી - નીલ

નાણાંકીય- નીલ

અન્ય - મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ થી મળતી

ફરજો -

  • મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

  • પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩૧ મુજબ

    • તે પોલીસ સુપ્રિ. ના કાર્યાલયના કાર્યો સુપ્રિ., એસ.ડી.પી.ઓ.ની સેવાઓ ગંભીર પ્રકારના ગુનાઓની વિઝીટેશન માટે લેવામાં આવતી હોય તેઓની તથા ડી.એસ.પી.ની ગેરહાજરી, દરમ્યાન જી.પી. ઓફીસનું, હેડ કવાટર ટાઉનના પોલીસ હેડ કવાર્ટસની કામગીરી બરાબર જોવાની તેની ફરજ છે. આ માટે ઈન્સ. દરજજાના અધિકારી જ આ હોદા પર નિમાશે.

    • સાધારણ રીતે બે વર્ષ માટે નિમણુંક ભોગવશે.

    • એસ.પી. ની ટપાલ સંભાળવી તેમજ ખોલવી.

    • ઓફીસના પત્ર વ્યવહાર અને હીસાબી શાખાની દેખરેખ રાખવી.

    • પરચુરણ કામનો નિકાલ કરવો.

    • એસ.પી.અને એસ.ડી.પી.ઓ.ની ગેરહાજરીમાં આઉટ પોલીસ સ્ટેશન તથા પોલીસ હેડ કવાર્ટસની કામગીરીની દેખરેખ રાખવી.

    • જો ટાઉન પોલીસ સ્ટેશન સબ ઈન્સ. ના ચાર્જમાં હોય તો એસ.પી. અને એસ.ડી.પી.ઓ.ની ગેર હાજરીમાં કોન્ટ્રાકટરો તરફથી આવેલ માલની કમીટી ભરવી.

    • ઉપરી ગેઝેટેડ અધિકારીઓને ત્યાં સુધી સહેલાઈથી જઈ શકાય તેવી જગ્યાએ બનેલ ગંભીર ગુનાઓની પ્રાથમીક મુલાકાત લેવી.

    • હીસાબી કાગળો ખાસ કરીને ટી.એ.બીલ ચેક કરવાને દરેક વાઉચર જી.પોલીસ અધિકારીના અંગત આસી. તરીકે સહીઓ કરવી અને

    • જિલ્લા તિજોરી ખાતે પોલીસ સુપ્રી. દ્રારા ખોલાયેલ હીસાબ ચાલુ રખાવવા.

(૩) હોદ્દો - નાયબ પોલીસ અધિક્ષક (વિભાગ)

સત્તાઓ - વહીવટી - નીલ

નાણાંકીય- નીલ

અન્ય - મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ થી મળતી

ફરજો -

  • મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

  • પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-ર૭ મુજબ

    • એ એ.એસ.પી. અને ડી.વાય.એસ.પી. જે સબ ડીવીઝનના ચાર્જમાં હોય ત્યાંના ગુના પુરતી તેની જવાબદારી છે. આ માટે શકય ત્યાં ગુનાઓનો સ્થાનની નિયમીત વીઝીટ કરવી.

    • એસ.પી.ની સુચના મુજબ સબ ડીવી.માં શિસ્ત અને કાર્યક્ષમતા જળવાય તે જોવું.

    • તાબાના પોલીસ સ્ટેશનનો તથા આઉટ પોસ્ટોનું એકવાર નિયમસર અને પઘ્ધતિસર વાર્ષિક નિરીક્ષણ કરવું.

    • પોતાના વિસ્તારમાં ભાડુતી વાહનો તે વિસ્ફોટક શસ્ત્રો દારૂગોળાની દુકાનોનું નિરીક્ષણ કરવું. વળી મસ્કેટીક તાલીમ લેવા, વિ. અઠવાડીયામાં એક વખત બીમાર કર્મચારીઓની મુલાકાત લેવી અને આ કક્ષાના અધિકારી માટે જરૂરી યોગ્ય સર્વ ફરજો બજાવવી.

(૪) હોદ્દો - સર્કલ પોલીસ ઈન્સ્પેકટર

સત્તાઓ - વહીવટી - નીલ

નાણાંકીય- નીલ

અન્ય - નીલ

ફરજો -

  • મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

  • પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-ર૯ મુજબ

    • ગુના પકડવા અને ગુનેગારો પ્રતિની આવડત ધરાવનારને લીધે આ હોદ્દો મેળવનારને સર્કલમાંના ગુના અને ગુનાહીત ટોળીઓને હલ કરવા માટે તેની શકિત સેવાઓને કામે લગાડાય. પોતાના સર્કલમાં ગુના અટકાવવાને પકડવાની કામગીરીનું સંકલન કરે છે. આ હેતુની સિઘ્ધી અંગે અમે જુદા જુદા પોલીસ સ્ટેશનની અને આઉટ પોસ્ટોની વારંવાર મુલાકાત લેવી તથા કર્મચારી યોગ્ય કામગીરી બજાવે સર્વેલાન્સ રજીસ્ટર બરાબર જળવાય ગુનેગારો તેમનો રહેણાંક રહેણીક કરણી વિ.થી પોલીસ સુપરીચીત છે અને ગુનાઓની બરાબર નોંધ લેવાય છે અને તપાસ થાય છે કે કેમ તે જોવાની જવાબદારી

    • ખૂન, લુંટ, હાઈવે રોબરી ટોળી કે ધંધાદારી ગુનેગારો દ્રારા થવાની શકયતાઓ વાળા ગંભીર ગુનાઓના મળત્યુ નિપજાવનાર મોટર અકસ્માતની રૂબરૂ તપાસમાં હાજરી આપવી અને સબ ઈન્સ. અને તેના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવી.

    • આ પઘ્ધતિના ચુસ્ત અમલને વળખી રહેવું આવશ્યક નથી બલકે પોલસ સુપ્રી.ની સુચનાને આધીન રહે છે. ગ્રા.પો.નો સંપર્ક જાળવવો ને જિલ્લા પોલીસ દ્રારા પેટ્રોલીંગ યોગ્ય રીતે કરાય છે કે કેમ તે જોવુ અને ગુના પકડવા અને અટકાવવામાં મદદરૂપ માહીતી યોગ્યરીતે સંપાદીત કરાય છે. તે જોવુ ઝડપે વાહન વ્યવહાર અને સુધરેલ સંપર્ક પઘ્ધતિ આજના યુગમાં ગુના અટકાવવા અને શોધીક કાઢવામાં જરૂરી પુરાણા પઘ્ધતિઓ બહુ કામની નથી બલકે ચાંપતી નજર અને તકેદારી સફળતા માટે મદદરૂપ થશે. માટે તાબાના કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી.

    • પાડોસી પોલીસ સ્ટેશન સાથે સાથ સહકાર મેળવવો.

(પ) હોદ્દો - (પોલીસ સબ ઈન્સ્પેકટર/ પોલીસ ઈન્સ્પેકટર) થાણા ઈન્ચાર્જ

સત્તાઓ - વહીવટી - નીલ

નાણાંકીય- નીલ

અન્ય - નીલ

ફરજો -

  • મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

  • પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩૩ મુજબ

    • ગુનાઓ શોધવા અને અટકાવવા બાબતમાં તેનું સ્થાન અને મહત્વ કરોડરજજું રૂપ છે. ઉપરી અધિકારીઓનાં હુકમો અને અમલ, પોલીસમાં શિસ્તની જાળવણી, ફરજ પરની દરેક પોલીસની હાજરી કાર્યક્ષમતા જાળવવી તેની ફરજ છે.

    • જાહેર સુલેહ શાંતી ભંગને નિભાવવા જરૂરી પગલાં તથા સલાહ સુચન યોજવા માટે તે પડોસી પોલીસ સ્ટેશનના સહકારમાં જરૂરી પગલાં લેશે.

    • સુપ્રી. કે એસ.ડી.પી.ઓ.ના માર્ગદર્શન નીચે તાબાના સર્વ પોલીસનું વખતો વખત નિરીક્ષણ કરવુ, ગેરશિસ્ત, ગેરવર્તણુંક કે બેકાળજી ઘ્યાન પર લાવવાનું કાર્ય પણ તેનું છે. પોતાના હસ્તકના સર્વ પોલીસ સ્ટેશનની કાર્યક્ષમતાની જાળવણી માટે તેમજ વ્યવસ્થા અંગે સુપ્રી. કે એસ.ડી.ઓ.ને જાણ કરશે.

    • પોતાના હસ્તકના આઉટ પોસ્ટોની દર માસે એકવખત નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવું.

    • પોતાના પોલીસ સ્ટેશન નીચેના ગામડાઓની મુલાકાત લેવી, પોલીસ વીઝીટ બુક તપાસવી, હાજરી પત્રક જોવા અને નિયમ-૭૬ મુજબ ગુનાઓ સબંધી નોંધ-પોથીઓ ચકાસવી.

    • પોતાના વિસ્તાર અને આસપાસના લોકો અને બનાવ અંગે સંપુર્ણ જાણકારી મેળવી ખાસ કરીને ખરાબ અને શંકાસ્પદ વ્યકિતઓ અંગે સંપુર્ણ વિગતો સ્થાનીક કક્ષાએ મેળવવી.

    • રેલ્વે સબ ઈન્સ્પેકટરને પણ જિલ્લા પોલીસમાં બજાવવાની ફરજો જ બજાવવાની હોય છે. રેલ્વે અને ડીસ્ટ્રીકટ પોલીસ વચ્ચે પરસ્પર સહાય મંગાય ત્યારે સહાય આપી અને સુમેળ જાળવવો.

(૬) હોદ્દો - પોલીસ સબ ઈન્સ્પેકટર

સત્તાઓ - વહીવટી - નીલ

નાણાંકીય- નીલ

અન્ય - નીલ

ફરજો -

  • મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

  • પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩પ મુજબ સેકન્ડ પી.એસ.આઈ.ની. ફરજો

    • તેની સેવાઓ ગુનાઓને બીનકુદરતી મળત્યુની તપાસ, કવાયત અને નિરીક્ષણ માટે લેવાય છે પ્રથમ તેને સરળ ગુનાઓ અને બીનકુદરતી મળત્યુની તપાસ સોપી પુરતી અને યોગ્ય તાલીમ બાદ વધારે કઠીન કિસ્સાઓની તપાસ સોપવી.

    • પોલીસ શાળામાંના બીનઅનુભવી તાલીમીઓને તાલીમ અને સહાય અને માર્ગદર્શન માટે અનુભવી સબ ઈન્સ. ની સેવાઓની ઉપયોગ કરવો.

    • તેને અનુભવ મળે અને બીન મહત્વની તદન રૂટીન કામગીરીમાંથી સબ ઈન્સ. મુકત રહે તેમ અને અગત્યના કિસ્સાઓમાં સહાયરૂપ બને તેમ અને તેની કામગીરી સોપવી.

Page 1 [2]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 14-11-2008