હું શોધું છું

હોમ  |

વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી
Rating :  Star Star Star Star Star   

વિજાણુંરૂપે ઉપલબ્ધ વિવિધ યોજનાઓની માહીતીની વિગત. બોમ્બે પોલીસ મેંન્યુલ અધિનિયમ-રર ૮(ક) વાયરલેશ વ્યવસ્થા .

માળખુ

(૧) સીની. પો.સબ ઈન્સ. વાયરલેશ, મહેસાણા

વર્કશોપનું સંચાલન તથા જીલ્લાના સ્થાનિક તેમજ પોલીસ સ્ટેશનો સાથેના એચ.એફ.તથા વી.એચ.એફ. વાયરલેશ સંદાશાઓ ની આપ-લે ની કામગીરી ઉપર જનરલ સુપરવીઝન.

વિભાગ -- વર્કશોપ મહેસાણા ,

    પો.સબ ઈન્સ -૩
    રેડીયો ટેકનીશ્યન -૩

વાયરલેશ સ્ટેશનો ( એચ.એફ./વી.એચ.એફ.) નું ઈન્સ્ટોલેશન , સેટ રીપેરીંગ તથા મઘ્યસ્થ કચેરીએથી નવા સેટ લાવવા તથા જુના સેટ કંડમ કરાવવા તેમજ સેટોનુ રીપેરીંગ સારું સ્પેરપાર્ટસની ખરીદી માટે સુચનો મોકલવાં.

જીલ્લાના પોલીસ સ્ટેશનના વી.એચ.એફ. સ્ટેશનોનું સંચાલન , રીપેરીંગ વિગેરે ઉપર દેખરેખરાખવી. તથા રીપીટર સ્ટેશન નું સંચાલન કરવું. જીલ્લા મુખ્યમથકે આવેલ વી.એચ.એફ. કંટ્રોલરૂમ ના સંચાલન ઉપર દેખરેખ રાખવી તથા કોમ્પ્યુટર રૂમનું જનરલ સુપરવીઝન રાખવું.

ર. સાયફર વિભાગ --

    પો.સબ ઈન્સ.-ર

ફકત સાયફર સંદેશાઓ (ગુપ્ત સંદેશાઓ) ની લેવડ દેવડની કામગીરી

૩. એચ.એફ. તથા જી.એસ.વાન. સ્ટેશન --

    પો.સબ ઈન્સ.-૧
    રેડીયો ઓપરેટર-૬

એચ.એફ. તથા જી.એસ.વાન. સ્ટશનો ઉપર અંગ્રેજીમાં આવતા જતાં સંદેશાઓની આપ-લેની કામગીરી તેમજ નવિન ચાલુ થયેલ પોલનેટ સ્ટેશન નું સંચાલન.

ડીવીઝનને લગતા પોલીસ સ્ટેશનોનું વી.એચ.એફ. સ્ટેશનોનું રીપેરીંગ તથા મેઈન્ટેનન્સ.

જીલ્લામાં આવેલ વાયરલેશ સ્ટેશન.

  • એચ.એફ. વાયરલેશ સ્ટેશન મહેસાણા નેટ સી ડે એંન્ડ નાઈટ

  • જી.એસ.વાન. સ્ટેશન મહેસાણા કોમ્પ્યુટર

  • એચ.એફ. આર.ટી. સ્ટેશન મહેસાણા ડે એંન્ડ નાઈટ નેટ

  • પોલનેટ સ્ટેશન મહેસાણા સેટેલાઈટ કોમ્યુનીકેશન, ફેકસ / વોઈસ/ડેટા મેંનેજીંગ

  • વી.એચ.એફ. કંટ્રોલરૂમ, મહેસાણા
    (૧) મહેસાણા ડીવીજન (ર) એસ.સી.આર. / વી.આઈ.પી. ચેનલ

  • જીલ્લામાં આવેલ દરેક પોલીસ સ્ટેશન તથા ઓ.પી.માં લગાડેલ વી.એચ.એફ. સ્ટેશન. (એપેન્ડીક્ષ-"એ" મુજબ)

  • જીલ્લામાં ફરતી મોબાઈલ વાન માં લગાડેલ વી.એચ.એફ. સ્ટેશન. (એપેન્ડીક્ષ-"બી" મુજબ)

પી.એમ. ભાગ-ર-નિયમ-૧૯૦

પોલીસ વાયરલેશ ગ્રીડનો ઉપયોગ કરવા બાબત. (૧) પોલીસ વાયરલેશ સ્ટેશનને કાયદો અને વ્યવસ્થાની જાળવણીને લગતા સંદેશાઓ પસાર કરવા માટે પ્રાથમીક રીતે લાયસન્સ આપવામંા આવશે. લાયસન્સની શરતો નીચે આ વાયરલેશ સ્ટેશનનો ઉપયોગ બીજા હેતુ માટે કરવાની સખ્ત મનાઈ છે. પોલીસ વાયરલેશ ગ્રીડ ઉપરથી કાયદો અને વ્યવસ્થાને લગતા ન હોય તેવા સંદેશાઓનું પ્રસારણ કરવુ તે લાયસન્સની શરતોનું ઉલ્લંધન થયાનું કારણ બને છે. નીચેનું લીસ્ટ કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યામાં સમાવેશ થતા વિષય બાબતમાં માર્ગદર્શન આપે છે.

(એ.) કાયદો અને વ્યવસ્થાના સંદેશાઓ --

    સંબંધકર્તા સંદેશાઓ --

  • સમન્સ અને વોરંટની કેસની સુનાવણી વખતે કોર્ટમાં હાજર થવા

  • તહોમતદારને પકડવાની લગતી ઠેકેદારોની હીલચાલની માહીતી

  • ડીફ્રીઈટી બાબતે

  • ખુન કેસ વખતે

  • ચોરીના કેસમાં ધરપકડ અને તેને લગતી કાર્યવાહી

  • ચોરાયેલી મિલ્કત માટે જડતી કરવા માટે, જપ્ત કરવા માટે અને કબજામાં લેવા માટે

  • ચોરાયેલ મિલ્કત માટે તપાસ કરવા

  • પોલીસ માણસોની એસ્કોર્ટ પાર્ટી મંગાવવા

  • લાંચ રૂશ્વતના કેસોમાં

  • કસ્ટડીમાં હોય તેવા તહોદારને લગતી માહીતી

  • શકમંદ માણસો સામે થયેલ આક્ષેપોની ખરાઈ માટે

  • મીલેટરી અને પોલીસમાથીભાગી ગયેલાના વર્ણન માટે

  • આઈ.બી. , વીજીલન્સ નીચેના માણસોની હીલચાલ

  • પરદેશ રાષ્ટ્રોના વતનીઓના પાસપોર્ટનું વેરીફીકેશન કરવા

  • સ્થાનિક કરી પાકીસ્તાન ચાલી ગયેલા મુસ્લિમોના માટે

  • ગુનાના આંકડાઓ માટે

  • ઓળખ પરેડ

  • રાજયનું વાયરલેશ ખાતુ્રં ખામી વાળુ જણાય ત્યારે

  • કટોકટી હોય ત્યારે પોલીસના માણસોની માગણી કરવા માટે .

  • વી.આઈ.પી.ના ટુર પ્રોગ્રામ વખતે / રાષ્ટ્રપતિ , એલ.ચી

  • ગુમ થયેલા માણસોની માહીતી તેઓને શોધવા માટે પોલીસે કરવાના પ્રયત્નો અંગે

  • ફરજ પરના પોલીસ કર્મચારીઓની હીલચાલ માટે

  • પાછલી સજા ખાધેલાની હકીકત વેરીફાય કરવા માટે

  • પોલીસના માણસોનાં મળત્યુને લગતો રીપોર્ટ કરવા

  • કોમી તોફાનોના પ્રસંગે પસંદગી કે જેમાં ઈન્સાની ધમકી અપાયેલ હોય અથવા ખરેખર કોમી તોફાનોના બનાવ
    બની ગયેલા હોય

  • હડતાલ , ભુખહડતાલ, મજુરોની અથવા કામદારોની હડતાલ

  • સી.આઈ.ડી. વીજીલન્સ નીચેના માણસોની હીલચાલ

  • સરકારી નોકરીને તેમની ફરજ બજાવતા ખુલ્લા મેદાનમાં ટોળા ઉપર કરેલ ગોળીબાર

  • પ્રતિબંધીત કાયદાઓ અને તે કાયદાઓનું ઉલંધન

  • કેદીઓનું ભાગી જવુ અને ફાંસીની સજા ખાધેલ કેદીની સજા અટકાવવા બાબત.

  • જેલમાં હુલ્લડ ફાટી નીકૃવું

  • કેદીઓની ભુખ હડતાલ

  • વીશીષ્ટ ઈતિહાસ વાળા કેદીઓના સ્થળાંતર બાબત.

  • જાહેર સભાઓ

  • દેખાવો ,સરકારી વિરોધી દેખાઓ અથવા વી.આઈ.પી.ની મુલાકાત વખતે મહત્વના પ્રસંગોએ દેખાવો યોજવા.

  • સરધસો

  • જાહેર સુલેહશાંતી ભંગના કટોકટી વખતના કેસોમાં અથવા જાહેર સલામતીના કેસને અસરકરતા કેસોમાં

(બી) અર્ધ કાયદો અને વ્યવસ્થાના પોલીસ વહીવટને લગતા સંદેશાઓ.

  • પોલીસ માણસોને જુદાજુદા હોદામાં મુકવા અને નિમણુંક કરવી. પોલીસના સ્ટે્રન્થને લગતા આંકડાઓ , પ્રમોશન નીચલી પાયરીએ ઉતારી મુકવા વિગેરે.

  • પોલીસના માણસોને અભ્યાસક્રમની તાલીમમાં મોકલવા.

  • પોલીસના માણસોના કેરેકટર રોલ , સર્વિસ બુકો વિગેરે.

  • આંતરરાજય અને રાજય કક્ષાની પોલીસ અધિકારીની કોન્ફરન્સ

  • કાયદો અને વ્યવસ્થા જાળવવાને લગતુંપોલીસનું પરોષ રીતે વ્યવસ્થા જાળવવાનું કામ.

(સી)સર્વિસ મેસેજ ઓફ ડાયફરેકટર કોઓર્ડીનેશન પોલીસ વાયરલેશો -

  • આંતર રાજય પોલીસ વાયરલેશ ગ્રીડનો સંદેશા વ્યવહાર અને તેની જાળવપણીને લગતા સંદેશાઓ જેવાકે રોજીદા સાધનો રીપોર્ટ અને બીજી ઉપયોગી બાબતો.

નોંધ --

  • ઉપરના એનાલીસ્ટ અનુક્રમે (ર૦)માં જણાવેલ વી.આઈ.પી.ના પ્રવાર કાર્યક્રમોને લગતા વી.આઈ.પી. માટેના સરકારી લેનના સ્થળનાંતરને લગતા સંદેશાઓ કે જેને લગતી સુચનાઓ પોલીસ સુપ્રિટેનડનટને વખતો વખત આઈ.જી.પી.શ્રી તરફથી મોકલવાનું આવતી હોય તે સંદેશાઓ.

  • લાયસન્સની શરતોનું કડક પાલન થાય તે હેતુથી બધા અધિકારીઓએ ઘ્યાન આપવું જોએ કે ઉપરના સબરૂલ્સના 1 માં જણાવેલ ત્રણેય કેટેગરીના લીસ્ટમાં સંદેશાઓ સિવાયના બીજા સંદેશાઓનો ઉપયોગ ન થાય . વાયરલેશ સ્ટાફ સ્ક્રીનીંગ માટે જવાબદાર છે.તેઓએ પણ આવા સંદેશાઓ સ્વિકારવા જોઈએ નહી.

    • કેટલાક તાકીદના પ્રસંગો જેવા કે, કુદરતી આફતો , પુર, ધરતીકંપ, દુષ્કાળ, વગેરેને લગતા સદેશાઓ કાયદો અને વ્યવસ્થાને લગતા સંદેશાઓ કરતાં આવા ચોકકસ કામના સંદેશાઓ માટે જયારે પોલીસ વાયરલેશનો ઉપયોગ કરવાનું જરૂરી થાય અથવા સ્પષ્ટ વહીવટી સંદેશાઓ આવા કટોકટીને લગતા કે જેના પર તુરતજ ઘ્યાન આપવાની આપવાની જરૂરીયાત હોય તે માટે ઉપયોગ કરવાની જરૂર ઉભી થાય ત્યારે આવા સંદેશાઓ પોલીસ વાયરલેસ મારફતે પસાર કરવા માટેની પુર્વ મંજુરી વાહન અને સંદેશા વ્યવહાર ખાતાની મીનીષ્ટ્રી ઓફ હોમ અફેર્સ મારફતે તાર દ્ધારા મેળવી લેવી જોઈએ. સામાન્ય રીતે તાકીદના પ્રસંગોએ ચોકકસ કેટેગરીને અનુકુળ સંદેશાઓ ખાસ મુદત માટે પસાર થવાની લાયસન્સીંગ ઓથોરીટી પરવાનગી આપશે.

    • પોલીસ વાયરલેશ ગ્રીડનું તાકીદના પ્રસંગોએ ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે અરજી કરતી વખતે નીચે જણાવેલ માહીતી સરકારને પુરી પાડવી જોઈએ.

      • જે માટે પરવાનગીની જ૧રૂરીયાત છે. તે વાપરવાના સ્ટેશનનું લોકેશન અને સ્ટેશનને બાોલવા માટે સંકેત

      • પીરીયડ

      • કટોકટીનો પ્રકાર

      • શા માટે રાબેતા મુજબના સંદેશા વ્યવહારની ચેનલ ગણવામાં આવતી નથી. તેના કારણો

      • પરવાનગી આપવા માટે બંધ બેસતી બીજી કોઈ વિગતો.

    • અગર જો કોઈ કેસનું ભારત સરકારની પુર્વ મંજુરી મેળવવામાં ઢીલ થવા પામે તેમ હોય અને રાજય સરકારના રાહત કામોને ગંભીર નુકશાન થાય તેમ હોય ત્યારે ભારત સરકારની મંજુરીની અપેક્ષાએ ચીફ સેક્રેટરીની પુર્વ મંજુરીથી પોલીસ વાયરલેશ ગ્રીડની આવી આપત્તી વેળાના સંદેશાઓ પસાર કરવા માટે ઉપયોગ કરી શકાય તેમ છતા્રં પાછળથી મંજુરી જેમ બને તેમ જલ્દી મેળવી લેવી. આવી મંજુરી ર૪ કલાકમાં મેળવી લેવી. તે ઈચ્છવા યોગ્ય છે. આવી મંજુરી જો પોસ્ટ ટેલીગ્રાફ લાઈન ખરાબ હોય તો વાયરલેશ દ્ધારા મેળવી શકાય છે.

  • જયારેજયારે કોઈ તાલુકા મથકે વાયરલેશ સ્ટેશન ખોલવામાં આવે અથવા એક સ્થળેથી બીજા સ્થળે બદલવામાં આવે ત્યારે સંબંધકર્તા અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે તેનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થાને લગતા ન હોય તેવા વહીવટી સંદેશાઓનું પ્રસારણ ભારત સરકારની મંજુરી મેળવ્યા સિવાય કરવામાં આવતું નથી.

  • પોલીસ વાયરલેશ ગ્રીડનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થાને લગતી ન હોય તેવી બાબતો માટે કરવા માટે કોઈપણ અધિકારીએ ભારત સરકાર મીનીષ્ટ્રી સાથે સીધો પત્રવ્યવહાર કરવો નહી. બધીજ દરખાસ્તો યોગ્ય ચેનલ મારફતે રાજય સરકારના ગૃહખાતા મારફતે વિચારણા માટે મોકલવી જોઈએ.

  • પોલીસ વાયરલેશ સર્કીટને મુશ્કેલીમાં મુકાયેલ એસેટલીનના બચાવ, મદદ અને શોધખોળ માટે તેને લગતી માહીતી પ્રસાર કરવાની પરવાનગી આપવામાં આવેલ છે.

  • પોલીસ વાયરલેશ ગ્રીડ મારફતે પસાર કરવામાં અને ઝીલવામાં આવતા ખાનગી સંદેશાઓ કે જે અંગત પ્રકારના હોય તે સંદેશાઓ માટે મોકલનાર અને મેળવનાર અને લાગતા વળગતા ઓપરેટરને માટે ગંભીર પગલાં માટે જવાબદાર ગણાશે. રજીસ્ટર, રજાનોપગાર, પગાર અને ભથ્થા તે બધા પ્રશ્નો અંગત પ્રકારના છે. પોલીસ વાયરલેશ ગ્રીડ પર પસાર કરવા માટે સ્વિકારવામાં આવતા નથી. બધાજ બીન પોલીસ સંદેશાઓ જુદા પાડવા જોઈએ. તે ઉપર ડી.એમ.ની પહેલાં કાઉન્ટર સહી લેવી અને પછી પસાર કરવા જોઈએ.
    કોઈપણ ઓફીસર પોતાના જોખમે અથવા બીજા કોઈ ઓફીસરના જોખમે આવા કોઈ જુદા પાડયા સિવાયના સંદેશાઓ આપશે તો તેણે તે સંદેશાઓ મોકલવાની બધી જ કિંમત ચુકવવી પડે અને તે ઉપરાંત ખાતાકીય પગલાં માટે જવાબદાર રહેશે.

  • જયાં વાયરલેસ રીસીવીંગ અને ટ્રાન્સમીટીંગ સ્ટેશન હોય ત્યાં પોલીસ ઓફીસરે સબ રૂલ ૧ની સુચનાઓ ઘ્યાનમા રાખવી . કોઈપણ સંદેનો કે વાયરલેશની ગ્રીડની ગેરહાજરીમાં ટેલીગ્રાફ મારફતે મોકલાયો હોય તો તે પણ જો વાયરલેશ ગ્રીડનો સંદેશો હોય તો તે સંદેશો મોકલવા માટે વાયરલેશ ગ્રીડનો ઉપયોગ કરવો જોઈએ. આ નિયમો ભંગ થવાના કીસ્સામાં કરેલ ટેલીગ્રાફનો ખર્ચ સંબંધકર્તા અધિકારી પાસેથી વસુલ લેવામાં આવશે. પોલીસ ઓફીસર ન હોય તેવા સરકારી કર્મચારી સંદેશો મોકલનાર હોય તો પણ સંદેશો કાયદો અને વ્યવસ્થાને લગતો હોય તો તે વાયરલેસ ગ્રીડ મારફતે મોકલી શકાશે.

  • પોલીસ વાયરલેશ ગ્રીડનું કોઈપણ બિનઅધિકૃત રીતે ઉપયોગ કરવાથી લાયસન્સની શરતોનું ઉલ્લંધન થાય છે અને તે લાયસન્સ રદ કરી શકાય છે.

પી.એમ. ભાગ-ર - નિયમ -૧૯૧ --

રાબેતા મુજબ વાયરલેશના સંદેશા વાયરલેસ સ્ટેશનને મળ્યાના અનુક્રમ મુજબ ગોઠવવામાં આવે છે અને તે મુજબનો નિકાલ થાય છે અથવા વાયરલેસ સ્ટેશનને આપેલા ટાઈમ મુજબ અનુક્રમે નિકાલ થાય છે. તેમ છતાં કેટલાક સંદેશાઓનો ઝડપી નિકાલ ખાસ જરૂરી હોય અને તેથીજ આ બાબતે સ્રંદેશાઓની સરખામણીના સંબંધમાં પાયાની છે. તદઉપરાંત સંદેશાઓ જુદાજુદા રૂપમાં વગીર્ળકરણ માગી લે છે. તેટલા માટે અગાઉ મળેલા સંદેશો કરતાં આવા સંદેશાઓને અગ્રીમતા આપવા માટે નીચે મુજબની પ્રાયોરીટી સિસ્ટમ નકકી કરવામાં આવેલ છે. વાયરલેશ મોકલનારે અગ્રીમતા વાળા સંદેશાને વાયરલેસ સ્ટેશને મોકલવા તાતકાલીક વ્યવસ્થા કરવી જોઈએ.

(એ) ક્રેશ, (બી) મોસ્ટ ઈમીડીએટ (સી) ઈમીડીએટ (ડી) ઓર્ડિનરી

(એ) ક્રેશ -- જયારે આ પ્રકારના પ્રાયોરીટી મેસેજ આવે ત્યારે જયાં સુધી આ મેસેજનો નિકાલ ન થાય ત્યાં સુધી રેડીયો સ્ટેશન સમાચારને લગતી વળગતી બધીજ ચેનલો થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. એટલા માટે તેનો ઉપયોગ અપવાદ રૂપ સંજોગો સિવાય કરવા ઉપર મર્યાદા બાંધવામાં આવેલ છે.કારણ કે આ પ્રકારની પા્રયોરીટીને એટલી બધી અગત્યતતા આપવામાં આવે છે કે ગમે તેવા અગતયના વ્યવહારને રોકીને પણ આ પ્રકારના સંદેશાઓને આગળ જવા દેવો. જયાં સંદેશો લેના માનવ જીવન બચાવવાના અથવા કીમતી વસ્તુને થતું નુકશાન અટકાવવા માટેનું પગલું લેવા માટેનો કામ કરવાનો સમય હોય ત્યાં આ પ્રાયોરીટીનો ઉપયોગ થાય છે.

(બી) મોસ્ટ ઈમીડીએટ -- આ પ્રકારની પ્રાયોરીટીનો ઉપયોગ કુદરતી અકસ્માતો , હુલ્લડ, ખુન, કોમવાદી , સમાજ વિરોધી રાજકીય હડતાલો , અકસ્માતો , હુલ્લડ , ખુન, લસલામતીના પગલાં અને પોલીસ દળની અગત્યની હીલચાલને સંબંધીત સુચનાઓ પાઠવતાં સંદેશાઓ પુરતુ મર્યાદીત કરવામંા આવે છે. જેમાં સંદેશાઓ જેને મોકલવા હોય તેને તાત્કાલીક મળી જાય એવો ઓરીજીનેટરનો અભિપ્રાય હોય તો પણ આ પ્રાયોરીટીનો ઉપયોગ કરી શકાય.

(સી) ઈમીડીએટ -- આ પ્રકારની પ્રાયોરીટીનો ઉપયોગ તાત્કાલીક ઘ્યાન આપવા અને ઝડપી પગલાં લેવા માટે કાયદો અને વ્યવસ્થાની અગત્યની માહીતી જણાવવા માટે થાય છે. દા.ત. હડતાલ, તોફાન, હુલ્લડ, વિગયેરેની સંભાવના વખતે તથા સરકારી ઉચ્ચ અધિકારીઓ કે કાયદો અને વ્યવસ્થાને સંબંધિત હોય તેમની ફેરબદલી વગેરે અને રાજકીય નેતાઓ અથવા ભયંકર ગુનેગારની હીલચાલ સંબંધી સંદેશાઓ મમાટે ઉપયોગી થઈ શકે છે.

(ડી) ઓર્ડિનરી -- આ પ્રકારના સંદેશાઓ ચાલુ પ્રકારના કે જે રોજીંદા કામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જણાવેલ અને ઉપર જણાવેલ એકપણ પ્રકારમાં આવતું ન હોય છતાં તે એટલા અર્જન્ટ હોવા જોઈએ કે વાયરલેશથી મોકલવા પડે છે.

ઉપર જણાવેલ દ્રષ્ટાંત સખત રીતે અને ચુસ્ત નહી પરંતુ ઓરીજીનેટરને બતાવવા માટેના વિસ્તળત દર્શક તરીકેના છે. ઓરીજીનેટરની ફરજ છે કે દરેક સંદેશાઓની પ્રાયોરીટી નકકી કરવી. અને જરૂરીયાત હોય તો સાથે શકિતમાન હોય તેવી ઓછામાં ઓછી પ્રાયોરીટી આપવી, દર્શક તરીકે અને પ્રાયોરીટીના સાચા અર્થ માટે નીચે. મુજબના પ્રાયીરીટીના મથાળા નકકી કરવામા્રં આવ્યા છે. કે જે આખા દેશના પોલીસ દળના એકસરખા છે. તેમ છતાં કોઈ પોલીસ ઓફીસર ઉપર જણાવ્યા વિભાગના સંદેશાને ઉચ્ચતર પ્રાયોરીટી આપી શકે છે.

Page 1 [2] [3]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-11-2008