સાથોસાથ વહીવટદારને રૂ. ૧૦૦/- સુધીના દંડ અને છ માસ સુધીની કેદની સત્તા સોંપવામાં આવેલી. ૧૮૭પ-૮પના સમય ગાળામાં વડોદરા રાજ્યના દીવાન રાજા સર ટી. માધવરાવ દ્વારા પોલીસ પ્રથામાં સુધારા કરી પોલીસ અને મેજિસ્ટ્રેટની સત્તા અલગ કરવામાં આવેલી. આ વ્યવસ્થા મુજબ દરેક પ્રાન્તમાં પોલીસ નાયબ સૂબા, ડિવિઝનમાં સરફોજદાર, દરેક તાલુકામાં ફોજદાર અને દરેક થાણા કે ટપ્પામાં નાયબ ફોજદાર નીમવામાં આવેલા અને સૌપ્રથમ ગણવેશધારી પોલીસની શરૂઆત થયેલી. આ વ્યવસ્થા અંતર્ગત આજના મહેસાણા જિલ્લાને આવરી લેતાં કડી ડિવિઝનમાં ૧૮૭પ-૭૬માં એક પોલીસ નાયબ સૂબા, ત્રણ સરફોજદાર, ૧૪ ફોજદાર, ૭૪ નાયબ ફોજદાર, ૬પ જમાદાર, ૧પર હવાલદાર અને ૧33૮ સિપાઈ સાથેના પોલીસ દળ અને તેની મદદમાં એક રિસાલદાર, ર૬-દાફેદાર, બે બ્યુગલર અને ૧૭૯-સવાર સાથેના અશ્વ દળ પોલીસ સાથેની પોલીસ તંત્રની રચના થઈ. આ પોલીસ તંત્ર સૂબા અને હજૂર મદદનીશની દેખરેખ હેઠળ કાર્ય કરતું.
૧૯૦૪-૦પમાં કરકસરના ભાગ રૂપે પોલીસ તંત્રનું મહેકમ ઘટાડવામાં આવેલું. તેઓના પગારધોરણ વખતોવખત વધારવામાં આવતાં આમ છતાં તે પડોશમાં આવેલ બ્રિટિશ જિલ્લા સમકક્ષ ન હતા. તેથી ૧૯૧૪માં નવા પગારધોરણ દાખલ કરવામાં આવેલાં. તેમ જ પોલીસ કર્મચારીની અછત હોઈ અસરકારક પોલીસ અધિકારીને ખાતામાં જાળવી રાખવા પગાર ઉપરાંત ભથ્થાં આપવામાં આવતાં. મહેસાણા તે વખતના કડી પ્રાન્તની મઘ્યમાં અને અમદાવાદ-દિલ્હી મીટરગેજ રેલવે લાઇન પર આવેલું હોઈ ૧૯૦રમાં કડી પ્રાન્તના મુખ્ય મથકને કડીથી મહેસાણા બદલવામાં આવેલું. ૧૯૧૦થી ૧૯ર૦ના ગાળામાં ગાયકવાડ સરકાર દ્વારા કડી, મહેસાણા, વિજાપુર, વીસનગર ખાતે પોલીસના ઉપયોગ માટે ભવ્ય મકાનો બાંઘ્યાં. મહેસાણા ખાતે બાંધેલ નાયબ સૂબા કચેરી, નાયબ સૂબા બંગલાનો હોલ પણ અનુક્રમે પોલીસ અધીક્ષક કચેરી અને રહેઠાણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ પછી ગાયકવાડી રાજ્યના ભારત ગણતંત્રમાં ૧૯૪૯માં થયેલ વિલીનીકરણ સુધી પોલીસ વ્યવસ્થામાં કોઈ ફેરફાર ન હતો. ૧૯૪૯માં મહેસાણા પોલીસ વ્યવસ્થા તંત્રમાં ત્રણ સબ-ડિવિઝન, 3૦ પોલીસ સ્ટેશન, ર૦ સબ-પોસ્ટ અને ૪પ ચોકી હતી. આઝાદી પછી રાજ્યોના એકત્રીકરણ બાદ ૧૯૪૯માં થયેલ જિલ્લા પુનઃરચના વખતે મહેસાણા જિલ્લાનાં કેટલાંક ગામો અમદાવાદ(ગ્રામ્ય)માં અને રાધનપુર રાજ્યનાં કેટલાંક ગામોનો મહેસાણા જિલ્લામાં સમાવેશ થયો. અને જિલ્લાનાં આંતરસૂબા પોલીસ સ્ટેશનો ખેડા અને દહેગામ પોલીસ સ્ટેશનો અમદાવાદ(ગ્રામ્ય)માં સમાવેશ કરાયાં.
આમ સ્વતંત્રતા બાદ મહેસાણા જિલ્લામાં કલોલ, પાટણ અને રાધનપુર એમ ત્રણ પોલીસ સબ-ડિવિઝન હતાં, જેમાંથી ૧૯પ૮માં રાધનપુર અને વારાહી પોલીસ સ્ટેશન બનાસકાંઠામાં તબદીલ થયેલ. આમ સ્વતંત્રતા બાદ મુંબઈ રાજ્યના વિસ્તાર તરીકે મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ની જોગવાઈ હેઠળ પોલીસ કામગીરી કરી રહી છે.
૧૯૬૧માં મુંબઈ રાજ્યનું વિભાજન થઈ ગુજરાત નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં મહેસાણા જિલ્લાનું મોટા પોલીસ જિલ્લા માટે નક્કી થયેલ. માળખા સાથે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ હેઠળ ત્રણ સબ-ડિવિઝન (મહેસાણા, કલોલ અને પાટણ) રર પોલીસ સ્ટેશન, 3૮ આઉટ પોસ્ટ અને મહેસાણા હેડ ક્વાટર સાથે અસ્તિત્વ ચાલુ રહ્યું. ત્યાર બાદ વખતોવખત જિલ્લા પુનર્ગઠન સાથે જિલ્લાના વિસ્તારમાં ફેરફાર થતા રહ્યા.
સને. ૧૯૮રમાં પાટણ જિલ્લો અલગ અસ્તિત્વમાં આવ્યો. પાટણ જિલ્લામાં પાટણ ડિવિઝન જતાં મહેસાણા જિલ્લાના ખેરાલુ, સતલાસણા અને વડનગર એમ ત્રણ પોલીસ સ્ટેશન પાટણ જિલ્લામાં ગયાં અને સને. ૧૯૮૮માં આ ત્રણેય પોલીસ સ્ટેશન પાછાં મહેસાણા જિલ્લાના મહેસાણા ડિવિઝન હેઠળ મૂકવામાં આવ્યાં અને સને. ૧૯૯૦માં બેચરાજી પોલીસ સ્ટેશનને પાટણ જિલ્લામાં મૂકવામાં આવ્યું. મહેસાણા જિલ્લામાં કલોલ અને મહેસાણા એમ બે ડિવિઝન અસ્તિત્વમાં રહ્યાં. સને ર૦૦૦માં ગાંધીનગર જિલ્લો અલગ થતાં કલોલ અને માણસા ગાંધીનગર જિલ્લામાં જતાં મહેસાણા જિલ્લામાં બાકી પોલીસ સ્ટેશનની બે ડિવિઝનમાં વહેંચણી કરી નવા ડિવિઝનનું હેડ કવાટર્સ તરીકે ૯/૬/ર૦૦૦થી વીસનગર ડિવિઝન અસ્તિત્વમાં આવ્યું. જે ડિવિઝનમાં (૧) વસાઈ (ર) વિજાપુર (3) વીસનગર (૪) વડનગર (પ) ખેરાલુ (૬) સતલાસણા (૭) ઊંઝા પોલીસ સ્ટેશનો મૂકવામાં આવ્યાં. મહેસાણા ડિવિઝનમાં (૧) મહેસાણા શહેર (ર) મહેસાણા તાલુકા (3) લાંઘણજ (૪) સાંથલ (પ) કડી (૬) બાવલું પોલીસ સ્ટેશન રહ્યાં. તા.૧/૭/ર૦૦૦થી બેચરાજી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લામાંથી મહેસાણા જિલ્લામાં મૂકવામાં આવતાં મહેસાણા ડિવિઝનમાં કુલ સાત પોલીસ સ્ટેશન થયાં અને મહેસાણા જિલ્લામાં બે ડિવિઝનો રહ્યાં.
|